Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં વેપારીનું છરીની અણીએ અપહરણ, લૂંટ

anie-charini-businessman-kidnapped-ianie-charini-businessman-kidnapped-in-jamnagar-robberyn-jamnagar-robbery

જોગર્સ પાર્ક નજીક 3 અજાણ્યા શખસોએ મોટર સાયકલ અથડાવી માથાકૂટ કરી ઉઠાવી ગયાં: ગીતા મંદિર પાસે લઈ જઈ ઢોર માર મારી મોબાઈલ-રોકડની લૂંટ ચલાવી

જામનગર:- જામનગર શહેરમાં લૂખ્ખાઓ બેખૌફ બન્યા છે ત્યારે ગઈકાલે રાત્રિના ગે્રઈન માર્કેટથી ઘર તરફ જઈ રહેલાં આધેડ વેપારીના એવીએટર સાથે હોન્ડા અથડાવી 3 અજાણ્યા શખસોએ માથાકૂટ કરી બાદમાં અપહરણ કર્યું હતું અને ગીતા મંદિર પાસે લઈ જઈ ઢોર માર મારી મોબાઈલ ફોન તથા રોકડા રૂા.3 હજારની લૂંટ ચલાવતા ચકચાર જાગી છે. જો કે, અંધારાનો લાભ લઈ લૂંટારા પલાયન થઈ ગયાં હતાં. પોલીસ ધંધી લાગે છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રિના સવા નવ વાગ્યાના અરસામાં સુભાષભાઈ વ્રજલાલભાઈ માવાણી (ઉ.વ.પ3, રે. શરૂસેકશન રોડ, કરણ હોન્ડાની બાજુમાં, અભિલાષા એપાર્ટમેન્ટ, બ્લોક નં.404) વાળા પોતાનું એવીએટર મોટર સાયકલ લઈ ગ્રેઈન માર્કેટથી પોતાના ઘરે જતાં હતાં ત્યારે વી માર્ટ પાસે હોન્ડા પર આવેલાં 3 અજાણ્યા શખસોએ પાછળથી વાહન અથડાવ્યું હતું અને બોલાચાલી કરી હતી.

બાદમાં આ વેપારીને ત્રણે’ય અજાણ્યા ઈસમો ગીતા મંદિર તરફ લઈ ગયાં હતાં અને છરી બતાવી ફરિયાદીનો રૂા.9 હજારની કિંમતનો સેમસંગનો મોબાઈલ તથા રોકડ રકમ રૂા.3 હજારની લૂંટ કરી પલાયન થઈ ગયાં હતાં. અપહરણકારોની ચૂંગાલમાંથી છૂટી આ ઘટના અંગે તુરંત જ વેપારીએ જામનગર સિટી બી ડિવિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, જોગર્સ પાર્ક, વી માર્ટ નજીક સ્પીડ બ્રેકર પાસે વાહન ધીમું પડ્યાં બાદ 18 થી ર0 વર્ષની ઉંમરનો એક યુવાન હતો. જ્યારે અન્ય બે યુવાનો રપ વર્ષની આસપાસ હોવાનું અને એક-બીજાને  ‘કુલદીપ’, ‘વીકી’ અને ‘ભૂરો’ નામે બોલાવતાં હોવાનું તેમજ શુદ્ધ કાઠિયાવાડી ભાષા બોલતાં હોવાનું ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું.

બીજી તરફ અપહરણ વીથ લૂંટની ઘટના બનતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયેલાં ત્રણે’યને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. આ મામલે પોલીસે આઈપીસી કલમ 341-342-365-392-504-114 અને જીપી એકટની 135 (1) મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

જામનગરમાં સરકાર સામે બાંયો ચડાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ

Nawanagar Time

ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસમાં અસંતોષની આગ

Nawanagar Time

વૉટર વર્કસ દ્વારા ‘પાણી’ની જેમ ખર્ચાતા ‘નાણાં’ છતાં કોઇ પુછનાર નથી!

Nawanagar Time

Leave a Comment