Nawanagar Time
અમદાવાદ ગુજરાત બિઝનેસ રાજકોટ

અનિલ અંબાણીની કંપની રાજકોટમાં નવું એરપોર્ટ બનાવશે, રૂ.648 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

anil-ambanis-company-will-build-a-new-airport-in-rajkot-get-a-contract-of-rs-648-crore

નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઈવે-8ઇ નજીક નિર્માણ પામશે

અમદાવાદ:-દેવાળિયા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર(છઈંક્ષરફિ)ને રાજકોટના હિરાસર ખાતે નવું એરપોર્ટ બનાવવા માટેનો 648 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટીઓફ ઈન્ડિયા(અઅઈં)એ આપ્યો છે. નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડાતા નેશનલ હાઈવે-8ઇ નજીક નિર્માણ  આ એરપોર્ટ રાજકોટના હાલના એરપોર્ટથી 36 કિલોમિટર દૂર બનશે. આ કોન્ટ્રાકટ માટે લાર્સન એન્ડ ટરબો, દિલિપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રોજેકટ્સ સહિતની નવ જેટલી કંપનીઓએ અરજી કરી હતી. આ અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચર લિમિટેડ ઊઈ(એન્જિનિયરિંગ એન્ડ કનસ્ટ્રકશન)ને 648 કરોડ રૂપિયામાં રાજકોટના હીરાસર ખાતે નવું  બનાવવાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપ્યો છે. રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચરે ટેન્ડરમાં એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કનસ્ટ્રકશન કોન્ટ્રાકટમાં સ્વતંત્ર રીતે મુખ્ય કોન્ટ્રાકટર તરીકે અરજી કરી હતી. કંપનીએ આ કોન્ટ્રાકટ અંતર્ગત કયું-કયું કામ કરવાનું રહેશે તે બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે રનવેનું બાંધકામ, ટર્નિંગ પેડ્સ, ટેક્સીવે્સ, એપરોન, પેરીમીટર અને અન્ય રોડ્સ,  સિસ્ટમ, ફાયર સ્ટેશન, ફાયર પીટ, સપ્લાય, ઈન્સ્ટોલેશન, એરફિલ્ડ ગ્રાઉન્ડ લાઈટિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ અને કમિશનિંગ, બર્ડ હેઝાર્ડ રિડકશન અને નેવેગિશન માટેની વિઝ્યુઅલ એડ્સ સહિતનું કામ કરવાનું રહેશે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને અરજી કરનાર નવું જેટલી કંપનીઓમાં સૌથી વધુ 92.2 ટકા ટેકનિકલ સ્કોર મળ્યો હતો. કંપનીએ એરપોર્ટનું નિર્માણનું કાર્ય લેટર ઓફ એવોર્ડ મળ્યાને  મહિનામાં પુરું કરવાનું રહેશે.

Related posts

પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન : 9 ઇરાની ઝડપાયા

Nawanagar Time

રખડતા ઢોર અને બિસ્માર રસ્તાના પ્રશ્ર્ને હાઇકોર્ટ લાલઘૂમ

Nawanagar Time

ગુજરાતને કેન્દ્રની આયુર્વેદ ફાર્મસી પાસેથી 7 ટન ઔષધનો જથ્થો મળ્યો

Nawanagar Time

Leave a Comment