Nawanagar Time
ગુજરાત જામનગર

આંગણવાડી કર્મચારીઓને સરકારીકર્મી જાહેર કરો

announce-the-employees-of-anganwadi-workers

ઉદયપુરમાં યોજાયેલા અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હુંકાર

જામનગર:-ભારતીય મઝદૂર સંઘ સાથે સંલગ્ન અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘનું 8મું ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન થોડા દિવસ પહેલાં ઉદયપુર, રાજસ્થાન ખાતે યોજાઇ ગયું. આ અધિવેશનમાં  તમામ રાજયોમાંથી ભારતીય મઝદૂર સંઘ સાથે જોડાયેલ આંગણવાડી યુનિયનોના મુખ્ય કાર્યકર્તા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ અધિવેશનમાં આંગણવાડીમાં કામ કરતાં કાર્યકર તથા હેલ્પર બહેનોના પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને આ ચર્ચાના અંતે આ પ્રશ્ર્નોએ ઠરાવ પસાર કરી કેન્દ્ર સરકારને આ અંગે તાત્કાલીક નિરાકરણ લાવવા માંગ કરવામાં  છે.

આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંગણવાડસ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા, કાર્યકરને રૂા.18000 તથા હેલ્પરને રૂા.9000 પ્રતિ માસ લઘુતમ વેતન સુનિશ્ર્વિત કરવા, આંગણવાડી કર્મચારીઓને પણ સામાજીક સુરક્ષા અંતગર્ત પી.એફ., પેન્શન, ગે્રચ્યુઇટી તથા આરોગ્ય સુવિધા આપવામાં આવે હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરવામાં આવે. આંગણવાડી કાર્યકર-હેલ્પરને ઉમંરનો બાધ હઠાવી 100 ટકા  પ્રમોશનથી ભરવામાં આવે.

માસીક રીપોર્ટ ઓનલાઇન મોકલવાનો ખર્ચ આપવામાં આવે, વેતન તથા નાસ્તાની રકમનું નિયમિત ચૂકવણું કરવામાં આવે, અંતરીયાળ અને કઠીન ક્ષેત્રોમાં કામ કરતી બહેનોને ડીફીકલ્ટી એલાઉન્સ ચૂકવવામાં આવે, જે આંગણવાડી કાર્યકરે 15 વર્ષની સેવા પૂર્ણ કરેલ છે તેઓને સીનીયર આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને સીનીયર હેલ્પર તરીકેની જગ્યા ઉભી  તે મુજબ તેમાં વેતન તથા અન્ય લાભો આપવાનું નક્કી કરવા સહિતની માંગ કરવામાં આવી

આ અધિવેશનમાં રાજકોટ વિભાગના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બહેનોએ વિભાગ મંત્રી સરસ્વતીબેન જેઠવાના નેતૃત્વમાં ભાગ લીધેલ જામનગર જિલ્લાના પ્રમુખ દયાબેન પરમાર તથા મંત્રી આરતીબેન વારાએ ભાગ લીધેલ.  આ અધિવેશનમાંથી આવ્યા  મંત્રી આરતીબેન વારાએ આગામી સમયમાં આંગણવાડીના કર્મચારીઓના પ્રશ્ર્નોએ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારનું ધ્યાન દોરવા આંદોનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જેમાં સૌ બહેનોએ સંગઠીત થઇ સક્રિય ભાગ લેવા અપીલ કરી છે.

Related posts

જામજોધપુરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયા

Nawanagar Time

ઢોર ડબ્બાના ખાતર કૌભાંડમાં નરેન્દ્ર મહેતાને ક્લિનચીટ

Nawanagar Time

જામનગરના કાપડના વેપારીને ત્રણ શખસોએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ

Nawanagar Time

Leave a Comment