Nawanagar Time
જામનગર ગ્રામ્ય

રાજય સરકારની અછતગ્રસ્ત તાલુકાઓને સહાયની જાહેરાત માત્ર કાગળ ઉપર જ…!! : કામગીરી ઝીરો

nawanagar time special report
ગુજરાત સરકાર દ્વારા તા. ૧-૧ર-ર૦૧૮ થી દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ કામગીરી ન થતી હોય, દેવભૂમિ જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તા. ર૬-૧ર-૧૮ ના કલ્યાણપુરમાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે.

ખેડૂત હિતરક્ષક સમિતિના પાલાભાઈ આંબલીયાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા ગત્ તા. ૩૦-૧૦-ર૦૧૮ ના રપ૦ મીલીથી ઓછો વરસાદ નોંધાયો હોય ત્યાં અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવેલ. જે અન્વયે દ્વારકા તથા કલ્યાણપુરને અછતગ્રસ્ત જાહેર કરાયા હતાં તથા જામનગરના ધ્રોલ અને જોડિયાનો સમાવેશ થયો હતો. આ તાલુકાઓમાં ખેડૂતોને પાંચ કિ.મી.ની ત્રિજયામાં ઘાસ ડેપો અને ૧ કિલોના રૃા. ર લેખે ઘાસ, પાંજરાપોળ, કેટલ કેમ્પ તથા પશુદીઠ રૃા. રપ ની સહાય, ખેડૂતોને હેકટર દીઠ ૬૮૦૦ ની સહાય વગેરેની વ્યવસ્થા કરવાની હતી. હજુ તા. ર૪-૧ર-ર૦૧૮ સુધી કોઈ કામગીરી થઈ નથી.

આથી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તા. ર૬-૧ર-ર૦૧૮,ને બુધવારે સવારે ૧૦ વાગ્યે કલ્યાણપુર મામલતદાર કચેરીમાં ખેડૂતોને ૭-૧ર લઈને આવવા જણાવ્યું છે, જે પછી અન્ય તાલુકાઓમાં પણ લડત શરૃ કરવામાં આવશે.

Related posts

પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા સાંસાદ, ગ્રામવાસીઓ સાથે બેઠક પણ યોજી

Nawanagar Time

જોડીયાના વાવડી ગામે એક પરિવારે અન્ય પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે કર્યો હુમલો

Nawanagar Time

જોડિયા પોસ્ટ ઓફિસનું મકાન ખખડધજ હાલતમાં

Nawanagar Time

Leave a Comment