Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં અનુષ્કા શર્મા ફિમેલ લીડ રોલ પ્લે કરી શકે છે

anushka-sharma-can-play-female-lead-role-in-aamirs-film-lal-singh-chadha

આમિર ખાને પોતાના બર્થડે પર ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેકનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. આ ફિલ્મનું નામ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. સાંભળવા મળ્યું છે કે, ફિલ્મમાં અનુષ્કા શર્મા ફિમેલ લીડનો રોલ પ્લે કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ,અનુષ્કાનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે. તે ફિલ્મમાં ‘જેની’નું પાત્ર ભજવી શકે છે જે ઓરીજીનલ ફિલ્મમાં રોબિન રાઇટે ભજવ્યું હતું. ‘જેની’ ફિલ્મમાં હીરોની નાનપણની ફ્રેન્ડ હોય છે અને હીરોને તે ખૂબ ગમતી હોય છે. મેકર્સને લાગે છે કે, અનુષ્કાની પર્સનાલિટી જેની સાથે મેચ થશે અને આ રોલ માટે તે યોગ્ય રહેશે. અગાઉ તેણે આમિર સાથે ‘પીકે’ જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે ‘ફોરેસ્ટ ગમ્પ’માં જેનીનું પાત્ર અને ‘પીકે‘માં અનુષ્કાનું પાત્ર ઘણે અંશે મળતાં આવે છે. આથી અનુષ્કાની પસંદગી થાય તે વાત વધુ લોજિકલ લાગે છે. જો કે, અનુષ્કા હજુ ઓફિશિયલી ઓન બોર્ડ થઇ નથી, પરંતુ આ રોલને લઈને વાત ચાલી રહી છે.

ફિલ્મ દિવાળી 2020ના રિલીઝ થઇ શકે

ફિલ્મ ફ્લોર પર તો 2018ના છેલ્લા મહિનાથી જ છે. આમિરે જણાવ્યું હતું કે, ફિલ્મ શરૂઆતમાં તો ઉત્તર ભારતમાં જ શૂટ કરવામાં આવશે. જોકે અમે હજુ શૂટિંગ માટેનાં યોગ્ય લોકેશન્સ શોધી રહ્યાં છીએ. છતાં, તે ભારતમાં જ પંજાબ અને આખા ઉત્તર ભારત બાજુ જ હશે. ફિલ્મની રિલીઝ ડેટને લઈને એવી અટકળો ચાલે છે કે, આમિરે 2020ની દિવાળી બુક કરી છે.

6 ઓસ્કર અવોર્ડ વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’

આમિર ‘ફોરેસ્ટ ગમ્પ’ (1994) ફિલ્મના અડેપ્ટેશન રાઇટ્સ મેળવવા માટે 8 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો હતો. આ ફિલ્મને 6 ઓસ્કર અવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગના અવોર્ડ્સ મળ્યા હતા.

Related posts

જામનગર પોલીસના દિલોદિમાગ પર ‘ઉરી’ છવાઇ

Nawanagar Time

દેશની સૌથી ખર્ચાળ ફિલ્મ 2.0 થઈ રીલીઝ… જાણો આ ફિલ્મના Review

Nawanagar Time

સૌથી પાવરફૂલ મહિલાઓ સામેલ થઇ અનુષ્કા

Nawanagar Time

Leave a Comment