Nawanagar Time
ઇન્ટરનેશનલ

ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં અંધાધૂંધ ફાયરીંગ: 40ના મોત

anxiety-firing-in-two-mosques-in-new-zealand-40-dead

ક્રાઇસચર્ચ:-ન્યુઝીલેન્ડની સાઉથ આઇસલેન્ડ સીટીની બે મસ્જિદો ઉપર ભયાનક હુમલો થયો છે. થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં પ્રારંભિક અહેવાલો મુજબ 40 વ્યકિતના મોત થયા છે અને અનેકને ઇજા થઇ છે. જ્યારે ગોળીબાર થયા ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના 6 થી 7 ખેલાડીઓ પણ મસ્જિદમાં મોજુદ હતા અને તેઓ માંડ માંડ બચ્યા છે.

આ ઘટના અંગે ન્યુઝીલેન્ડના પોલીસ વડાએ કહ્યું છે કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. આ બારામાં એક વ્યકિતની ધરપકડ થઇ છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જો કે ટીમને કોઇ નુકસાન થયું નથી. આવતીકાલે મેચ છે. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ ગયા હતા પરંતુ એ દરમિયાન એક બંધુકધારીએ અચાનક ફાયરીંગ શરૂ કર્યું હતું. જો કે કોઇ ખેલાડીને ઇજા થઇ નથી. સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

અલ નુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. ફાયરીંગથી સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે. મળતા અહેવાલો મુજબ હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘુસ્યા હતા અને જે લોકો નમાઝ પઢતા હતા. તેમના પર ફાયરીંગ શરૂ કર્યું હતું. તેની પાસે ઓટોમેટીક ગન હતી અને તે અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યો હતો. ન્યુઝીલેન્ડ પોલીસે બાદમાં આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો અને બધી સ્કુલો બંધ કરાવી હતી. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. વડાપ્રધાન અર્ડને કહ્યું છે કે, આ ઘટના ન્યુઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે. ઘટના નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગવા લાગ્યા હતા.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માંડ-માંડ બચી

ન્યૂઝીલેન્ડના હગલે પાર્ક ખાતે આવેલી અલ નૂર મસ્જિદમાં થયેલા શૂટઆઉટમાં બાાંગ્લાદેશની આખી ક્રિકેટ ટીમનો બચાવ થયો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવકતા જલાલ યુનૂસે જણાવ્યું કે, બાંગ્લાદેશની ટીમના મોટાભાગના સભ્યો મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. ક્રિકેટરો અંદર જવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો.

એએફપી સાથે વાતચીત કરતા જલાલ યુનૂસે કહ્યુ કે, ’તેઓ બધા સહિસલામત છે. બનાવ બાદ તમામ ક્રિકેટરોને માનસિક આઘાતમાં છે. અમે ટીમના તમામ સભ્યોને હોટલના રૂમમાં જ રહેવાની સૂચના આપી છે.’

બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેન તમિમ ઇકબાલે ટ્વિટર પર લખ્યું કે, ’બાંગ્લાદેશની ટીમ શૂટરો જયાં હતા ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. આ ખૂબ જ ડરાવનારો અનુભવ હતો. તમામ લોકોને વિનંતી છે કે અમારા માટા પ્રાર્થના કરો.’

Related posts

હવે આતંકવાદી ઓની ખેર નથી. મસુદ અઝહર પર ગાળિયો કસાયો: પાકિસ્તાન એકલું અટુલું. વાંચો…

Nawanagar Time

ભારત સાથે પિન્ક બોલ ટેસ્ટ રમવાની મજા આવશે : સ્ટાર્ક

Nawanagar Time

બોલ પર થુંક કે પરસેવો નહીં લગાવાના પ્રસ્તાવ પર ભડક્યા બોલરો

Nawanagar Time

Leave a Comment