Nawanagar Time
બિઝનેસ

Apple 2 મહિના બાદ ફરીથી વિશ્વની સૌથી મોટી કંપની બની,જાણો કેટલી છે તેની વેલ્યુ…

apple-has-become-the-worlds-second-largest-company-after-2-months-its-value-is

એપલ એક વાર ફરી વિશ્વની સૌથી વધુ માર્કેટ કેપ વાળી કંપની બની છે. મંગળવારે એપલે માઈક્રોસોફટને પાછળ પાડી દીધી છે. એપલનું વેલ્યુએશન 58.29 લાખ કરોડ રૂપિયા(82,100 કરોડ ડોલર) થયું છે. માઈક્રોસોફટની માર્કેટ કેપ 58.14 લાખ કરોડ રૂપિયા (81,900 કરોડ ડોલર) છે. 57.93 લાખ કરોડ રૂપિયા (81,600 કરોડ ડોલર)ની સાથે એમેઝોન ત્રીજા નંબર પર છે.

એપલના શેરમાં 5 સેશનથી તેજીનું વલણ

  1. એપલનો શેર મંગળવારે 71 ટકા ફાયદામાં રહ્યો છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તેમાં તેજી જોવા મળી રહી હતી. આ કારણે કંપનીની માર્કેટ કેપમાં વધારો થયો છે.
  2. નવેમ્બરમાં એપલને પાછળ છોડીને માઈક્રોસોફટ સૌથી વધુ વેલ્યુવળી કંપની બની હતી. 16 વર્ષ પછી એવું થયું હતું. જોકે જાન્યુઆરીમાં એમેઝોને માઈક્રોસોફટને પાછળ પાડી દીધી હતી. છેલ્લા થોડા દિવસોથી માઈક્રોસોફટ ફરીથી નંબર-1 પર આવી ગઈ હતી.
  3. ઓગસ્ટ 2018માં એપલની માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલર (68 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ હતી. જોકે આઈફોનનું વેચાણ ઘટવાને કારણે તેને નુકસાન થયું હતું. આ કારણે એપલના શેરમાં ઘટાડો આવ્યો હતો અને કંપનીની માર્કેટ કેપ માઈક્રોસોફટ અને એમેઝોનની સરખામણીમાં ઘટી હતી.

Related posts

બોમ્બે હાઈકોર્ટે માલ્યાને પૂછ્યું- કેસનો સામનો કરવા માટે કયારે આવશે

Nawanagar Time

જાણો શા માટે ગુજરાતમાં 5સ્ટાર હોટેલ્સમાં વધારો થઈ રહ્યો છે ???આ છે તેનું કારણ…

Nawanagar Time

ગ્રેઈન માર્કેટમાં આંશિક લૉકડાઉન: વેપાર-ધંધા ચાર વાગ્યા સુધી

Nawanagar Time

Leave a Comment