Nawanagar Time
ટેક્નોલૉજી

Amazon પર Appleના મોબાઇલ મળી રહ્યું છે 20000 સુધી ડિસ્કાઉન્ટ

apple-is-getting-the-mobile-of-apple-discounts-up-to-20000

એપલ ફેસ્ટ ઇ-કૉમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર એપલ-ફેસ્ટનું આયોજન કર્યુ છે.

એમેઝોન ઇન્ડિયાએ તેની વેબસાઇટમાં એપલ ફેસ્ટ સેલનું આયોજન કર્યું છે. આ એપલ ફેસ્ટ સેલ હાલ શરુ અને તે 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સેલ હેઠળ, એપલે તમામ ઉત્પાદનો અને એક્સેસરીઝ પર ઓફર આપવા માટે એપલ સાથે ભાગીદારી કરી છે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને નો- કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ પણ મળશે.

ઉપરાંત આઇફોન મોડલો પર એમેઝોનની વેબસાઇટ પર એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. તેનો અર્થ એ કે જૂની ડિવાઇસને બદલીને ગ્રાહક નવે આઈફોન લઇ શકે છે. એમેઝોન ઇન્ડિયા એપલ ફેસ્ટ સેલ હેઠળ આઇફોન એક્સના 64જીબી વેરિએન્ટ પર 16901 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ફોને 91900 રુપિયાની જગ્યાએ 74999 રુપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. આઇઓફન એક્સના 25 જીબી વેરિએન્ટ પર 20931 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ સ્માર્ટફોન તમને 87,999 રુપિયામાં મળશે.

આઇફોન એક્સએસ મેક્સના 64 જીબી સ્ટોરેજ પર રૂ. 5,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે, જે સ્માર્ટફોન રૂ. 109900 ની જગ્યાએ 104900 પર ઉપલબ્ધ છે.

આઇફોન 8 પ્લસની વાત કરીએ તો એમેઝોન આ સ્માર્ટોફોનને 66,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે વેચાણ થઈ રહ્યો છે. વેચાણ દરમિયાન, આઇફોન 8ની પ્રારંભિક કિંમત રૂ. 57,999 છે. ગ્રાહક સેલમાં 49,999 રૂપિયાની કિંમતે ખરીદી શકે છે.

એમેઝોન વેચાણ દરમિયાન, આઇફોન 6 ની પ્રારંભિક કિંમત રૂ. 22999 છે.

Related posts

ભારતીય માર્કેટમાં ફરી આવી રહ્યું છે AIWA, સ્માર્ટ ટીવી લૉન્ચ

Nawanagar Time

ફરી બાળકોને શિકાર બનાવી રહી છે Momo Challenge, ઓર્ડર માનવા માટે કરે છે મજબૂર

Nawanagar Time

ટૂંક સમયમાં જ શાઓમી ભારતમાં લોન્ચ કરશે આ ગેમિંગફોન,ડીટેઈલસ અને કીમત જાણો દંગ રહી જશો…

Nawanagar Time

Leave a Comment