Nawanagar Time
ગુજરાત જામનગર

આધારકાર્ડ સુધારા-વધારા માટે અરજદારોનો ધસારો

applicants-rush-to-support-card-update

મામલતદાર કચેરીએ એકજ કીટ હોઇ ટોળા વળે છે: જિલ્લામા વધુ હેરાનગતિ

જામનગરમાં રોજ નવા આધારકાર્ડ નીકળે છે તેનાથી ત્રણ ગણા તો સુધારા માટેનો અરજદારોનો ધસારો રહે છે. કેમકે નામ, સરનામા,ઉમર સહિતની વિગતોમાં વારંવાર ક્ષતિ રહી જાય છે .

નાયબ મ્યુનીસીપલ એ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે શહેરમાં આધારકાર્ડ માટે 16 કીટ  ફાળવવામાં આવી છે તેમાંથી 9 કીટ ઓપરેટરોના કોડ એક્ટીવ થયા હોય કાર્યરત છે. ટાઉનહોલમાં આ સેવા કાર્યરત છે. આ સેન્ટર ઉપર રોજ 40 થી 50 આધારકાર્ડ નીકળે છે અને 150 થી 160 આધારકાર્ડ સુધારણા કરવા આવે છે. કોડ પુરા એક્ટીવ થયા ન હોય અન્ય સીવીક સેન્ટરોમા આધારકાર્ડ કામગીરી શરૂ થઇ શકતી નથી. નોંધપાત્ર છે કે આ માહિતિમાં એવુ કંઇ જણાવાયુ નથી કે બહોળી સંખ્યાના અરજદારોના હિતમા સરકારમા કોડ એક્ટીવ કરવા માંગણી કરાઇ છે કે નહી. બીજી તરફ શહેર મામલતદાર કચેરીમાં એક જ કીટ હોવાથી અરજદારો ટોળે વળે છે. ઉપરાંત જાણવા મળ્યા મુજબ જિલ્લામાં ક્યાક પોસ્ટ ઓફીસ તો ક્યાંક બેંકમા આધારકાર્ડ માટે સેવાઓ છે પરંતુ એ દરેક જગ્યાઓએ થી વારંવાર   કનેક્ટીવીટી નમળે કે નેટવર્ક નમળે જેથી કામ ન થાય તેવી પણ અનેક ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે આમ  આધાર કાર્ડ મામલે શહેર કરતા જિલ્લાના અરજદારો વધુ હેરાન છે.

Related posts

જામનગરમાં રીક્ષા છકડાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

Nawanagar Time

જામનગરના ઝડપી વિકાસ માટે કટીબધ્ધ: રાજ્યમંત્રી હકુભા

Nawanagar Time

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સૂચના

Nawanagar Time

Leave a Comment