Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના રર નોટરીની નિમણૂંકો ઘોંચમાં

appointments-of-jamnagars-rear-notary-appointments

કેન્દ્ર સરકારે કરેલી નોટરીની નિમણૂંકો હાઈકોર્ટમાં પડકારાઈ: કેન્દ્રને નોટિસ ફટકારાઈ

જામનગર:-જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી એડવોકેટની તાજેતરમાં નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં નીતિ-નિયમોનું પાલન ન થયું હોવાનું જણાવી હાઈકોર્ટમાં રિટ પીટીશન થતાં જામનગર જિલ્લામાં નિમણૂંક પામેલા રર કેન્દ્ર સરકારના નોટરીની નિમણૂંક ઘોંચમાં પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. હાઈકોર્ટમાં અયુબખાન બિસ્મિલ્લાખાન પઠાણ દ્વારા કરવામાં આવેલી રિટના પગલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નોટિસ ઈસ્યુ કરવા આદેશ કર્યો છે.

તાજેતરમાં તા.1-3-2019ના રોજ નોટરીની પસંદગીની કાર્યવાહી કરાઇ હતી. જેમાં આ ઓર્ડરને સિવીલ એપ્લીકેશન નં.5368 દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. રિટ પીટીશન કરનાર અયુબખાન બિસ્મિલ્લાખાન પઠાણ દ્વારા ભરતી પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ હોવાનું જણાવી દાદ માંગી છે. ઉલ્લેખનિય છે કે, જામનગરમાં રર એડવોકેટને કેન્દ્ર સરકાર દ્વારા નોટરીના લાયસન્સ ઈસ્યુ કરવા પસંદગી કરવામાં આવી છે. જો કે, હાલ આ રિટને પગલે આ તમામ નોટરી થવા થનગનતા એડવોક્ટસને ઈન્તેઝાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

નોટરી એકટ 1952 અનુસાર 3000 જેટલા ઉમેદવારો કવોટામાં છે. 1760 પહેલાથી જ રોલ  પર હતાં ત્યારે 1896ના વકીલોએ નોટરી તરીકેની નિમણુંક કરી હતી. આ જગ્યા ફકત 1240 નોટરીઓ માટે જ હતી. નોટરી એકટના નિયમ 3ની જોગવાઇ અનુસાર નોટરી તેને જ ઇસ્યુ કરી શકાય જેની પ્રેકટીસ દસ વર્ષની હોય અને નોટરીના નિયમો 1956ના રૂલ 7 અને 8ની જોગવાઇ મુજબના હોવા જોઇએ આથી આ પ્રકારના ધારાધોરણો અનુસાર નોટરી વકીલ નિમણુંક પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી હોય જેથી ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી છે અને હાઇકોર્ટ ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાને નોટીસ ઇસ્યુનો હૂકમ કરેલ છે જેમાં જણાવ્યું છે કે તાજેતરમાં કરવામાં આવેલ નોટરીની પ્રક્રિયા યોગ્ય નથી. હાઇકોર્ટ દ્વારા આ કેસમાં યોગ્યતાને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે અને સુત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ છે કે રાજકીય વગને કારણે પણ નોટરીની પસંદગી કરાઇ છે. પસંદગીનો આદેશ રાજયપ્રેરિત છે. નોટરી  એકટની જોગવાઇ અનુસાર નોટરીની નિમણુંક થવી જોઇએ જે ન થઇ હોવાથી કેન્દ્રની ભરતી યોગ્ય ન હોય ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાને નોટરી ઇસ્યુ કરી નોટરીની નવી નિમણૂંક કરવામાં આવે તેવી અયુબખાન બિસ્મીલ્લાખાન પઠાણે દાદ માંગી છે.

Related posts

જામનગરની આયુર્વેદ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં 1000થી વધુ દર્દીઓએ લાભ લીધો

Nawanagar Time

જામનગર જિલ્લામાં પાંચ દરોડામાં 21 શખ્સો જુગાર રમતા પકડાયા

Nawanagar Time

ભાણવડ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચેની હુંસાતુસીથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે

Nawanagar Time

Leave a Comment