Nawanagar Time
અમદાવાદ ગુજરાત બિઝનેસ

એસ્સાર સ્ટીલ માટે આર્સેલર મિત્તલના રૂ. 42 હજાર કરોડના પ્લાનને NCLTની મંજૂરી

arcelormittals-essar-steel-for-essar-steel-nclt-approval-for-rs-42-thousand-crore-plan

આજની જીત આર્સેલર મિત્તલ માટે સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં પ્રવેશ સમાન

એસ્સારે રૂ. 54,000 કરોડની ઓફર કરી હતી પણ ટ્રિબ્યુનલે તેને અમાન્ય ઠેરવી

અમદાવાદ:-નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી)ની અમદાવાદ બેન્ચે આજે એસ્સાર સ્ટીલ માટેની આર્સેલર મિત્તલની ઓફર પર મંજૂરીની મહોર મારી હતી . આ સાથે લગભગ છેલ્લા બે વર્ષથી ચાલતા કેસનો આજે ઉકેલ આવ્યો હતો અને આર્સેલર મિત્તલ માટે એસ્સાર સ્ટીલને ટેકઓવર કરવાનો રસ્તો ક્લિયર થયો છે. NCLTએ પોતાના ઓર્ડરમાં કહ્યું કે, એસ્સાર સ્ટીલની પ્રમોટર એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ (ESAHL) દ્વારા થયેલી ઓફર સ્વીકારી ના શકાય કેમ કે તે કાયદાકીય રીતે અયોગ્ય છે. NCLTએ આર્સેલર મિત્તલની 42,000 કરોડની ઓફરમાંથી 85% ફાઇનાન્સિયલ ક્રેડિટર્સને મળે અને બાકીના 15% ઓપરેશનલ ક્રેડિટર્સને આપવા એમ પણ સૂચન કર્યું હતું. જોકે, આમ કરવા અંગેનો નિર્ણય ટ્રીબ્યુનલે કમિટી ઓફ ક્રેડિટર્સ પર છોડ્યો હતો. ઓપરેશનલ ક્રેડિટર્સે આ ચુકાદાની અમલવારી પર સ્ટે માંગ્યો હતો પરંતુ ટ્રીબ્યુનલે તે સ્વીકાર્યો ન હતો.

આર્સેલર માટે ભારતમાં ઓફિશિયલ એન્ટ્રી સમાન

  1. અત્રે નોંધવું રહ્યું કે, આર્સેલર મિત્તલનો ભારતમાં કોઈ સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ નથી. કંપની છેલ્લા ઘણા સમયથી ભારતમાં પ્રવેશ કરવા માટે પ્રયત્નો કરી રહી છે અને અગાઉ તેણે ઓડીસામાં પ્લાન્ટ સ્થાપવા માટે પ્રયત્નો પણ કર્યા હતા જેમાં તેને સફળતા મળી ન હતી. આજ કારણોસર આર્સેલર ગ્રૂપે એસ્સાર સ્ટીલ ખરીદવા માટે લાંબી લડત આપી હતી. આજના ચુકાદા અંગે આર્સેલરના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે ચુકાદાને આવકારી છીએ અને આશા રાખીએ છીએ કે આને લાગતો તમામ વ્યવહાર અમે જલદીથી પૂરો કરીશું.

એસ્સાર ગ્રુપે હજુ પણ આશા છોડી નથી

  1. આજનો ચુકાદાની વિરુદ્ધમાં ESAHL અને ઓપરેશન ક્રેડિટર્સ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલમાં જઈ શકે છે. આ અંગે એસ્સારના પ્રવકતાએ જણાવ્યુ કે, અમે માનીએ છીએ કે અમારો રૂ. 54,389 કરોડનો સેટલમેન્ટ પ્લાન અમારા લેણદારો માટે લાભકારક છે. અમને સેક્શન 12 એ હેઠળ કરવામાં આવેલી અમારી ઓફરની કાયદેસર માન્યતા વિશે પણ વિશ્વાસ છે. અમે NCLTના ઓર્ડરની એક કૉપિની રાહ જોઈ રહ્યા છીએ, અને તેની તપાસ કર્યા પછી આગામી પગલાં ભરીશું.

રેસમાં રહેવા આર્સેલર મિત્તલે રૂ. 9,000 કરોડનું દેવું ચૂકતે કર્યું

  1. એસ્સાર સ્ટીલને ખરીદવાની રેસમાં રહેવા માટે સુપ્રીમ કોર્ટના કહ્યા મુજબ આર્સેલર મિત્તલે પોતાની હિસ્સેદારી વાળી ઉત્તમ ગાલ્વાનું તમામ રૂ. 9,000 કરોડનું દેવું ચૂકતે કરી આપ્યું હતું. આ સાથે જ તેણે એસ્સાર સ્ટીલ માટેની બિડ વધારીને રૂ. 42,000 કરોડ કરી હતી અને સાથે જ જો એસ્સાર સ્ટીલ તેને મળે છે તો આવતા અમુક વર્ષોમાં તેમાં રૂ. 8,000 કરોડનું રોકાણ કરવાની પણ તૈયારી બતાવી હતી.

કેસ નિર્ધારિત સમય કરતાં ઘણો લાંબો ચાલ્યો

  1. ઇનસૉલવેંસી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) હેઠળ કોઈ પણ કંપની પર રિઝોલ્યૂશનની કામગીરી શરૂ થાય તો તેને 270 દિવસોની અંદર પૂરી કરવાની હોય છે. પરંતુ આ કેસ ઘણા ચઢાવ-ઉતાર વાળો રહ્યો જેના કારણે તેના પર કોઈ નિર્ણય આવવામાં આશરે 2 વર્ષ જેવો સમય થઈ ગયો.

એસ્સારના વલણથી બેન્કરો નારાજ હતા

  1. જ્યારે એસ્સાર સ્ટીલ પર રિઝોલ્યૂશનની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે એસ્સાર ગ્રુપે પોતાની પાસે ચૂકવવા માટે પૈસા નથી તેમ કહી અને સમય માંગ્યો હતો. પરંતુ આર્સેલર મિત્તલની ઓફરને કમિટી ઓફ ક્રેડિટરે મંજૂરી આપી ત્યારે એસ્સાર સ્ટીલના પ્રમોટરે રૂ. 54,000 કરોડની ઓફર કરી હતી. કંપનીના આવા વલણ સામે બેંકર્સે વાંધો ઉઠાવ્યો હતો અને તેની કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.

Related posts

વર્ષ 17માં છ મોત, વર્ષ 18માં 13 મોતની સામે વર્ષ 19માં દોઢ માસમાં જ 10 જિંદગી સ્વાઈન ફલૂમાં હોમાઈ

Nawanagar Time

જામનગરમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા દહન

Nawanagar Time

મોબાઈલની દુકાનમાં ધમધમતો વર્લીનો જુગાર ઝડપાયો

Nawanagar Time

Leave a Comment