Nawanagar Time
સ્વાદ પકવાન

મીઠાના શોખીન છો?તો બનવો આ ઈન્સ્ટન્ટ સ્વીટ – કોકોનટ બ્રેડ ટોસ્ટ

are-you-fond-of-sweet-make-this-instant-sweet-coconut-bread-toast
સામગ્રી
  • એક વાટકી ખાંડ
  • 2 એલચીનો પાવડર
  • 8 બ્રેડ સ્લાઇસ
  • 150 ગ્રામ નારિયેળની ઝીણી છીણ (પાવડર)

 

બનાવવાની રીત

સૌપ્રથમ ચાસણી બનાવી લો. એક કડાઇમાં એક વાટકી ખાંડમાં બે વાટકી પાણી લેવું, જેથી ચાસણી પાતળી બની શકે. 5 મિનિટ ગેસ પર ગરમ થતાં જ ચાસણી બની જશે. ચાસણી બની જાય એટલે અંદર થોડો એલચીનો ભૂકો નાખવો.ચાસણી બને એ દરમિયાન બ્રેડ લો. બધી જ બ્રેડને બરાબર વચ્ચેથી કાપી 4-4 પીસ બનાવી લો.

હવે એક કડાઇ લઈ તેમાં બ્રેડને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. બધીજ તળેલી બ્રેડને હવે ચાસણીમાં મૂકી દો. ચાસણી વધારે પડતી ઘાટી ન હોવી જોઇએ. બ્રેડને ચાસણીમાં બરાબર બોળીને તરત જ બહાર કાઢી લો.

હવે બધી જ બ્રેડને નારિયેળ પાવડરમાં રગદોળી લો. બ્રેડની અંદર રહેલ ચાસણીના કારણે તે ખૂબજ ટેસ્ટી લાગશે અને બધાંને ખૂબ ભાવશે.

Related posts

આ રેસીપી સ્પેશિયલ ચાઇનીસ શોખીન માટે : બનાવો આ મશરૂમ ચિલી નૂડલ્સ.

Nawanagar Time

ખીરાની ઝંઝટ વગર જ માત્ર 15 મિનિટમાં ઘરે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવો

Nawanagar Time

આવી કડકડતી ઠંડી માં માજા લો મેગી + ભજીયા એટલે કે મેગી ભજીયા સાથે.

Nawanagar Time

Leave a Comment