Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

ઈશા અંબાણીની સંગીત સેરેમનીને નિહાળો… બૉલીવુડ સ્ટાર્સએ મચાવી ધમાલ…

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની દીકરી ઈશા 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્ન કરવાની છે

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની દીકરી ઈશા 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્ન કરવાની છે. લગ્ન પહેલાં સંગીત સેરેમની તથા અન્ય ફંક્શન્સ ઉદેપુરમાં આઠ તથા નવ નવેમ્બરે યોજવામાં આવ્યા હતાં. સંગીત સેરેમની આઠ નવેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં બોલિવૂડ સ્ટાર્સે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. શાહરૂખ ખાને પત્ની ગૌરી સાથે પહેલી જ વાર સ્ટેજ પર પર્ફોમન્સ આપ્યું હતું તો એશે પણ પતિ અભિ સાથે ડાન્સ કર્યો હતો.

અંબાણી પરિવારે શાહરૂખના સોંગ્સ પર મચાવી ધમાલઃ
ઈશા અંબાણી તથા આનંદ પીરામલે ‘મિતવા…’ સોંગ પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. આ સોંગ પૂરું થવા આવ્યું એટલે મુકેશ અંબાણી, નીતા અંબાણી તથા આકાશ-અનંત સ્ટેજ પર આવ્યા હતાં અને પછી તમામે સાથે મળીને ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ બંને દીકરાઓ આકાશ તથા અનંત અંબાણી સાથે ‘માહિ વે..’ પર ડાન્સ કર્યો હતો. આકાશે ભાવિ પત્ની શ્લોક સાથે ‘મસ્તા મૌલા…’ પર ડાન્સ કર્યો હતો. મુકેશ અંબાણીએ પહેલી જ વાર પત્ની નીતા સાથે શાહરૂખ ખાનના ગીત ‘જબ તક હૈં જાન..’ પર ડાન્સ કર્યો હતો. મુકેશ અંબાણી જ્યારે પત્ની સાથે સ્ટેજ પર આવ્યા ત્યારે હાજર રહેલા મહેમાનોએ તાળીઓ તથા સીટીઓથી વધાવી લીધા હતાં.

વૈભવી મર્ચન્ટે કરી કોરિયોગ્રાફીઃ
સંગીત સેરેમનીમાં બોલિવૂડ કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે તમામ સોંગ્સની કોરિયોગ્રાફી કરી હતી. વૈભવીએ મહેમાનો તથા અંબાણી પરિવારને ડાન્સ શીખવ્યો હતો.

 

Related posts

બધા વિચારતા રહ્યા’ને રામુએ બનાવી નાંખી ‘કોરોના વાયરસ’

Nawanagar Time

અક્ષયની ફી સાંભળી નિર્માતાઓના હોંશ ઉડી ગયા!

Nawanagar Time

ઉરી ફિલ્મ દ્વારા વિકી કૌશલે ખાન ત્રિપુટીને પછાડી

Nawanagar Time

Leave a Comment