Nawanagar Time
સ્પોર્ટસ

આર્મી મારો પ્રથમ પ્રેમ:ગૌતમ ગંભીર

Army My first love: Gautam Gambhir

ગુરુવારે  વૅલેન્ટાઇન્સ ડે હતો અને દરેક વ્યક્તિ પોતાને પ્રિય લાગતી વ્યક્તિને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે. જોકે ભારતના લડાયક ક્રિકેટર ગૌતમ ગંભીર માટે ઇન્ડિયન આર્મી પહેલો પ્રેમ છે અને તેના કહેવા પ્રમાણે તેને આર્મી જૉઇન ન કરી શકવાનો અફસોસ જિંદગીભર રહેશે. ૨૦૦૭ની વર્લ્ડ T20 ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ૭૫ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મૅચ-વિનિંગ ૯૭ રન બનાવનાર ગૌતમ ગંભીરે ગઈ કાલે નવી દિલ્હીમાં માઇન્ડ કોચ રાધિકા કાલરા સિંહની બક ‘ઇટ્સ ઈઝી ટુ બી યુ’ લૉન્ચ કર્યા બાદ ફંક્શનમાં મીડિયા સાથે પોતાનો આર્મી-લવ શૅર કરતાં કહ્યું હતું કે ‘હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ પણ નહોતો રમ્યો. હું નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી જૉઇન કરવાનો હતો, કારણ કે આર્મી મારો પ્રથમ પ્રેમ હતો, હજી પણ છે અને હંમેશાં રહેશે. આર્મી જૉઇન ન કરી શકવાનો મને જીવનમાં હંમેશાં અફસોસ રહેશે. ક્રિકેટર બન્યો ત્યારે જ નર્ણિય લઈ લીધો હતો કે ભવિષ્યમાં ઇન્ડિયન આર્મી, નેવી અને ઍરર્ફોસ માટે મૅક્સિમમ યોગદાન આપવું જ છે. એટલે જ મેં ‘ચિલ્ડ્રન ઑફ માર્ટિયર્સ’ નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી જે અત્યારે ૫૦ બાળકોને સ્પૉન્સર કરશે અને નજીકના ભવિષ્યમાં સંખ્યા વધારીને ૧૦૦ કરીશું.’

ઇવેન્ટ દરમ્યાન એક પત્રકારે તેને સવાલ પુછ્યો, ‘તમારો રોલ-મૉડલ કોણ?’ તેણે જવાબ આપ્યો, ‘લોકોએ મને આ સવાલ લાખ નહીં, કરોડો વખત પૂછ્યો છે, છતાં મારો એક જ જવાબ છે કે મારો કોઈ રોલ-મૉડલ નથી અને નાનાં બાળકોને પણ એ જ સમજાવું છે. તમારે તમારી લાઇફ તમારા સિદ્ધાંતો પર જીવવી જોઈએ, ક્યારેય કૉમ્પþોમાઇઝ ન કરો અને હંમેશાં વિપરીત સંજોગોનો નીડરતાથી સામનો કરવા તૈયાર રહો. મેં એવું જ કર્યું છે અને એનાથી ખુશ છું. મેં મારા જીવનમાં ફક્ત બે બુક વાંચી છે જે બન્ને સ્વાતંhયસેનાની ભગત સિંહના જીવન પર આધારિત હતી.’

Related posts

નથી જોતા એવા બે પોઇન્ટ :ગાંગુલીનો સચિન સામે વિરોધ

Nawanagar Time

IPLમાં  હાર્દિક પંડ્યા, ‘હેલીકોપ્ટર શોટ’ રમવા તૈયાર

Nawanagar Time

ગંભીરે ઉઠાવ્યા કોહલીની કેપ્ટનશીપ પર સવાલ

Nawanagar Time

Leave a Comment