Nawanagar Time
નેશનલ

વાહ જવાન : જમ્મુ કશ્મીરમાં સેનાએ 6 આતંકીઓને ઠાર માર્યા..

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સેના અને આતંકીઓ વચ્ચે ફરી એક વાર અથડામણ થઈ હતી. ત્રાલના અવંતીપોરામાં થયેલી આ અથડામણમાં 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. મારવામાં આવેલા દરેક આતંકી અંસાર ગજવત-ઉલ-હિંદ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં અંસાર ગજવત-ઉલ-હિંદનો ડેપ્યૂટી ચીફ સોલલે મોહમ્મદ પણ સામેલ હતો. જ્યારે અન્ય આતંકીઓમાં રસિક અહમદ, મીર રુફ અહમદ, ઉમર રમજાન, નદીમ સૈફી અને ફેસર જાવેદ સામેલ છે જે આજુબાજુ વિસ્તારોમાં જ રહે છે. આ એન્કાઉન્ટરમાં આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો મળી આવ્યો છે.

આતંકીઓએ વસતીથી દૂર સફરજનના એક બગીચામાં હાઈડ આઉટ બનાવ્યું હતું અને સેનાએ જ્યારે તે વિસ્તાર કોર્ડન કર્યો ત્યારે તેમણે હુમલો શરૂ કરી દીધો હતો. જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર પછી અંસર ગજવત ઉલ હિંદાનો સફાયો થઈ ગયો છે અને હવે માત્ર પ્રમુખ ઝાકિર મૂસા જ જીવતો છે. તે રાજ્યની સુરક્ષા એજન્સીઓની હિટ લિસ્ટમાં ટોપ 10 મોસ્ટ વોન્ટેડમાં સામેલ છે. એન્કાઉન્ટર પછી પુલવામા જિલ્લાના ત્રાલ અને આજુબાજુના વિસ્તારોમાં તણાવ ફેલાયો હતો અને તેના કારણે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બનિહાલથી શ્રીનગર વચ્ચે ચાલતી ટ્રેન સેવા પણ રોકી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને શનિવારે સવારે અવંતીપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જ્યારે સેનાએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે આતંકીઓએ સેના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ 6 આતંકીઓને ઠાર કરી દીધા છે.

નોંધનીય છે કે, ગયા સપ્તાહમાં પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ મોસ્ટ વોન્ટેડ જહૂર ઠોકર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ એન્કાઉન્ટર પછી સેના અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. તેમાં સાત સ્થાનિક લોકોના મોત થયા હતા અને ઘણાં લોકો ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર પછી ખીણ વિસ્તારમાં તણાવનું માહોલ ફેલાઈ ગયું હતું.

Related posts

હવેથી દરેક કર્મચારીઓને મળશે હેલ્થ સુવિધાઓ, મોદી સરકારે આપી આ બિલને મંજૂરી

Nawanagar Time

સમગ્ર દેશમાં જીઓની મળશે વાઇફાઇ વોઇસ – વિડિઓ સર્વિસ

Nawanagar Time

હૈદરાબાદ બાદ ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવાઈ

Nawanagar Time

Leave a Comment