Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ઈન્સાસ રાયફલમાંથી ગોળી છોડી આર્મી જવાનનો આપઘાત

army-trooper-suicide-in-jamnagar-shoots-from-insas-rifle

ઇન્ફન્ટ્રી બ્રિગેડમાં ફરજ બજાવતા કેરળના વતની જવાને આપઘાત કરતાં આર્મી કેમ્પસમાં અરેરાટી

જામનગર:-જામનગરમાં આર્મીમાં ફરજ બજાવતા જવાને પોતાની જ ઇન્સાસ રાઈફલમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. ગત રાત્રે ફરજ પરના સ્થળે આ જવાને કોઈ પણ અગમ્ય કારણસર આ પગલું ભરી લેતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી  હતી. પોલીસે આ બનાવ અંગે વિધિવત  હાથ ધરી છે. બીજી તરફ આર્મી દ્વારા કેરળમાં રહેતા મૃતક જવાનના પરિવારને જાણ કરવામાં આવી છે.

જામનગર આર્મી વિસ્તરમાં વધુ એક કરુણ ઘટના ઘટી છે. મૂળ કેરલ રાજ્યના ત્રિવેન્દ્રમ જિલ્લાના નેડુંમંગલ તાલુકાના પાનાગોડે ગામમાં રહેતા વિશાખ કુમાર પી. નામના 25 વર્ષિય જવાન ગઈકાલે આર્મીના ઇન્ફન્ટ્રી બ્રિગેડ આર્મી કેમ્પ મદ્રાસ-6  ગાર્ડ પાસે પોતાની ફરજ પર હતો ત્યારે રાત્રે સવા દસે’ક વાગ્યાના સુમારે એકાએક પોતાની જ ઇન્સાસ રાઈફલમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો હતો.

રાત્રીના એકાએક ફાઈરિંગ થતા જ સ્થળ પરનો સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં લોહીથી તરબતર અવસ્થામાં જવાનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના અંગે અરુણકુમાર વનીયરે જાણ કરતા  ‘એ’ ડિવિઝન પોલીસ હસ્તકનો ખંભાળિયા ગેટ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બીજી તરફ આર્મી દ્વારા આ ઘટના અંગે મૃતકના કેરલ રહેતા માતા-પિતાને જાણ કરવામાં આવી છે. આ જ સાંજ સુધીમાં તેના વાલીઓ આવી પહોચશે. જયારે આ બનાવ અંગેનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  જવાનને ફરજ પર ઉપરી અધિકારીઓનો ત્રાસ હતો કે કેમ સહિતની વિગતોનો તાગ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

કોરોન્ટાઈન વ્યક્તિના નમૂના લેવાનું કામ સોંપતા લેબ. ટેકનિશ્યનોનો વિરોધ

Nawanagar Time

જામનગરમાં ઠેક-ઠેકાણે મચ્છર ઉત્પતિના કારખાના

Nawanagar Time

જામનગર ફર્ટીલાઈઝરની ઑફિસમાં એકાઉન્ટન્ટે આચર્યું પોણા ત્રણ કરોડનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment