Nawanagar Time
નેશનલ

કાશ્મીરમાં સેનાની ચેતવણી: સરેન્ડર કરો અથવા ગોળી ખાવ

army-warnings-in-kashmir-surrender-or-die

કાશ્મીરમાં માતા-પિતા ગેરમાર્ગે વળેલા બાળકોેને સરેન્ડર કરવા સમજાવે: ઘૂસણખોરી કરનારને નહીં છોડાય: કાશ્મીરમાં કેટલાંય ગાઝી આવ્યા અને ગયા: સેનાની પ્રેસ કોન્ફરન્સ

શ્રીનગર:-જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનના કાફલા પર આતંકી  અને એનકાઉન્ટરને લઇ મંગળવારના રોજ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત પત્રકાર પરિષદ કરી. આ દરમ્યાન લેફ્ટિનેંટ જનરલના જે.એસ.ઢિલ્લન જીઓસી, 15મી કોરે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. તેને પાકિસ્તાનથી ઓપરેટ કરાયું.

તેમણે કહ્યું કે અમને દેશને બતાવતા એ ખુશી થઇ રહી છે કે  100 કલાકમાં જૈશ-એ-મોહમ્મદની લીડરશીપને જમ્મુ-કાશ્મીરમાં ખત્મ કરી. અમે જેઇએમના ત્રણ ટોપ આતંકીને ઠાર કરી દીધા.

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લને કહ્યું કે કાશ્મીરી સમાજમાં તમામ માતા સારો રોલ નિભાવી રહી છે. અમે તેમને અનુરોધ કરીએ છીએ કે તેઓ પોતાના આતંરની રાહ પર ચાલતા દીકરાઓને પાછા આવવા માટે કહે. તેમને સરેંડર કરવાનું  નહીં તો જોઇ કોઇપણ હથિયાર સાથે પકડાશે તો તેઓ મરી જશે. તેમણે સખ્ત સંદેશ આપતા કહ્યું કે કાશ્મીરમાં જે બંદૂક ઉઠાવશે, મરી જશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના અને આઇએસઆઇના ઇશારા પર પુલવામામાં હુમલો થયો. નાગરિકોના લીધે જ જવાનો વધુ શહીદ થાય છે.

કાશ્મીરમાં માતા-પિતા પોતાના આતંકવાદી બાળકોને સેના  આત્મસમર્પણ કરવાનું સમજાવે તેવી ચેતવણી ભારતીય સેના દ્વારા આજે આપવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ 100 કલાકમાં જ હુમલાના માસ્ટર માઈન્ડનો ખાત્મો બોલાવવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. ત્યારે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સેનાના લેફ્ટનન્ટ જનરલ ધિલ્લને જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની સેનાનું બાળક  કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની સેનાનું બાળક  છે. જૈશ-એ-મોહમ્મદનું રિમોટ ક્ધટ્રોલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ પાસે છે. આ હુમલા પાછળ આઇએસઆઇનો હાથ હોવાની શક્યતા છે.

Related posts

પતિએ વોટસઅપ પર બુક કરીને બોલાવેલી કોલગર્લ પત્ની જ નીકળી

Nawanagar Time

ટ્રાફિકના નિયમ તોડનાર વાહનોનું પ્રિમિયમ વધશે

Nawanagar Time

રવીના, ફરાહ, ભારતીને પોલીસે પાઠવ્યું સમન્સ

Nawanagar Time

Leave a Comment