Nawanagar Time
જામનગર ધાર્મિક

દ્વારકામાં કલોક રૂમ તથા ગોમતી ઘાટે કપડા બદલવા ઓરડી બનાવવા માંગ

જામનગર: દ્વારકા જગતમંદિરે છપ્પન સીડી નજીક કલોક રૂપ થતા ગોમતી ઘાટ ખાતે મહિલાઓને કપડા બદલવા ઓરડીની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવાની માંગ સાથે ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ મંદિરના વહીવટદાર સમક્ષ માંગ કરી છે.

દ્વારકાના જગતમંદિરમાં બે બાજુથી પ્રવેશ થાય છે જેમાં 56 સીડી તરફથી પ્રવેશ કરીને મોક્ષદ્વાર આગળની નીકળવાનું પુણ્યશાળી માનવામાં આવતું હોય તથા દ્વારકામાં ગોમતી સ્નાનનું પણ વધુ મહત્વ છે ત્યારે ભાવિકો ગોમતી સ્નાન કરીને 56 સીડીના રસ્તે દ્વારકા મંદિરમાં જાય પણ તેમની પાસે સામાન હોય તેમને રાખવા કોઈ કલોકરૂપ કે સામાન ઘર આ તરફ છે જ નહીં મોક્ષ દ્વાર પાસે આ વ્યવસ્થા છે.

જો કે, ગોમતી સ્નાન કરીને ત્યાં સુધી જવું દૂર પડતું હોય તથા ભાવિકોને 56 સીડી જયાં આગળના મોક્ષ દ્વાર પાસે સામાન જમા કરીને પછી ફરી ગોમતીઘાટ વાળા રસ્તે આવવું પડે આ ઉપરાંત રોજ હજારો ભાવિકો સ્નાન કરવા આવે છે તેમાં મહિલાઓને કપડા બદલવા ઓરડી નથી. ખુલ્લામાં કપડા બદલવા મહિલાઓને ક્ષોભપૂર્વકની સ્થિતી થાય છે.

આ બન્ને બાબતે દ્વારકા મંદિર વહીવટદાર દ્વારા તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ કરી છે તથા આ બાબતે જિલ્લા તંત્ર તથા મંદિર વહીવટદારને પણ જાણ કરી છે. જરૂર પડયે દાતાઓ, કંપનીઓના સૌજન્યથી પણ આવુ થઈ શકે તેમ હોય માંગ કરવામાં આવી છે.

Related posts

આરોગ્યકર્મીઓએ મોબાઈલ જમા કરાવતા સરકાર ધંધે લાગી

Nawanagar Time

આજે વર્ષ-2019નું સૌપ્રથમ ચંદ્ર્રગહણ, ભારતમાં નજારો જોવા નહીં મળે

Nawanagar Time

કામદાર વીમા યોજના દવાખાનામાં મળતી સુવિધાઓમાં થયો ધટાડો, પ્રાથમિક સારવારનો પણ અભાવ

Nawanagar Time