Nawanagar Time
ગુજરાત જામનગર

દુશ્મનોને ભરી પીવા ઍરફોર્સ સજ્જ: ઍરકોમ્બેટ પ્રદર્શન નિહાળી લોકોે અભિભૂત

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

જામનગર:-જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે એરફોર્સના ઈતિહાસ , વર્તમાન અને ભારતીય સેનાની તાકાત દર્શાવતો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર એરફોર્સ બેઝ ખાતે તહેનાત ફાયટર પ્લેન- હેલીકોપ્ટર અને અન્ય શસ્ત્ર સરંજામથી લોકોને રૂબરૂ કરાવાયા હતા અને આ ઍરકોમ્બેટ નિહાળી લોકો અભિભૂત થયાં હતાં.

દેશના રક્ષણની જવાબદારી સંભાળતી સેનાના ત્રણેય અંગોમાં એરફોર્સનું વિશેષ મહત્વ છે, દેશભરમાં પથરાયેલા એરફોર્સના વિવિધ 53 એરબેઝ પૈકી જામનગર ઐર બેઝ વ્યુહાત્મક રીતે અતિ મહત્વનું છે, પાકિસ્તાન સરહદેથી અત્યંત નજિક અને વિશાળ સમુદ્ર કાંઠો ધરાવતા દેશના પશ્ચિમ કાંઠે વસેલા જામનગર એરબેઝને ઇન્ડિયન એરફોર્સનું મક્કા માનવામાં આવે છે, જામનગર એરફોર્સના બેઝ અને તેના આયુધોને જાણવા માટે સ્કૂલના વિધાર્થીઓ માટે એક વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive
arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

વાત કરીએ એરફોર્સની મુખ્ય તાકાતની, તો હવાઈ દળની મુખ્ય તાકાત એટલે યુધ્ધ વિમાનો, હેલીકોપ્ટર, મિસાઈલ અને રડાર ટેકનોલોજી. જામનગર એરફોર્સ આ મોરચે સ્થાપના સમયથી સમૃદ્ધ છે, ભારતીય વાયુસેના પાસે તમામ પ્રકારના આધુનિક યુધ્ધ વિમાનો અને હેલીકપ્ટરની રેંજ મોજુદ છે, 1932માં માત્ર છ વિમાનથી રોયલ ઇન્ડિયન એરફોર્સની શરૂઆત થઈ હતી. જેમાં ક્રમશ: વધારો થતો રહ્યો છે. આજના આ પ્રદર્શનમાં હવાઈદળના મીગ-ર9, જગુઆર, ચેતક હેલિકોપ્ટર, એમઆઈ-17, રોહીણિ રડાર, ટીએલવી પોચોરો તેમજ સર્ચ ઑપરેશન માટે ડ્રોન જેવું લાગતું પ્લેન પણ પ્રદર્શિત કરાયું હતું. આ પ્રદર્શન નિહાળી લોકો અભિભૂત થયાં હતાં.

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive
arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

 

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive
arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

 

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive
arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

 

arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive
arrives-equipped-to-fill-the-enemies-the-aircobettes-are-amazingly-impressive

Related posts

ખંભાળિયાના ઉગમણાબારામાં ભેદી રોગચાળો : તંત્ર ઊંધા માથે

Nawanagar Time

કિયોસ્ક અને હોર્ડિંગ્સ બોર્ડ ઉતારતું જામ્યુકો

Nawanagar Time

ડી.સી.સી. સત્તાવાળાઓ માટે દુઝણી ગાય?

Nawanagar Time

Leave a Comment