Nawanagar Time
ગુજરાત જામનગર

કલાકારોના ચિત્રોએ ગૌરવપથનું ‘ગૌરવ’ વધાર્યું

artists-paintings-boosted-the-pride-of-dignity

3 વર્ષમાં 372 કલાકારોએ 1470 ચિત્રો કર્યા અંકિત

જામનગર:-જામનગર શહેરમાં લાલબંગલાથી સાત રસ્તા સર્કલ પર ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત દીવાલો પર સામાજીક સંદેશાઓ પુરા પાડવા શહેરના કલાકારોને મહાનગર પાલિકા દ્વારા તક આપવામાં આવતા શહેરના ગૌરવપથની દીવાલોએ નવા વાઘા પહેર્યા હોય તેમ ગૌરવપથની શકલ બદલાઇ ગઇ હતી.

મ્યુ.કોર્પોરેશનની સીવીલ  હસ્તકની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા દ્વારા થોડા દિવસો પહેલા એટલે કે, ગત તા.3જી માર્ચે પંચાયતની દિવાલ પર અમર જવાનની થીમ સાથેના ચિત્રો દોરવા કલાકારોને આમંત્રવામાં આવ્યા બાદ 22 કલાકારોએ ભારતીય ફોજને બીરદાવતા, શહિદ જવાનોને સલામી આપતા ચિત્રો અંકિત કર્યા હતા. ભારતીય વાયુસેનાના વીંગ કમાન્ડર અભિનંદને પણ અંકિત કરવામાં આવતા  ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.  કલાકારોને મ્યુ. તંત્રએ માત્ર બ્રશ લઇને આવવાની સુચના આપી હતી. બાકી તેને જોઇતા કલર, પાણી, ચા-નાસ્તાની વ્યવસ્થા સીટી ઇજનેર શૈલેષભાઇ જોષી, ઇજનેરો ભાવેશભાઇ જાની, ચેતનભાઇ સાંગાણી, ફીલ્ડ ઇજનેરો જીગરભાઇ જોષી, હિરેન સોલંકી, નિરવ પરમાર, અજય ભંડેરી દ્વારા કવામાં આવી હતી. આ ચિત્ર નગરીમાં 110  ભાગ લઇને 73 જેટલા ચિત્રો બનાવીને મ્યુ. કોર્પો.ના આયોજનને સારો પ્રતિસાદ આપ્યો હતો. આ અગાઉ છેલ્લા ત્રણ વર્ષમાં 1490 જેટલા ચિત્રો દીવાલો પર અંકિત કરવા માટે 372 કલાકારોએ પીંછી ચલાવી છે.

Related posts

જી.જી.ના સફાઇ કર્મીઓની વિજળીક હડતાલ

Nawanagar Time

જામનગર લોકસભા બેઠક પર પ્રચાર-પ્રસારમાં હરિફોને હંફાવતા અપક્ષ ઉમેદવાર વલ્લભભાઈ સોજીત્રા

Nawanagar Time

હડિયાણામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર

Nawanagar Time

Leave a Comment