Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાતી ફિલ્મના કલાકાર આર્યન નવાનગર ટાઇમની મુલાકાતે

aryan-nawanagar-the-artist-of-gujarati-film-visits-the-time

જામનગરમાં જન્મેલા આર્યન બ્લોચે જામનગર સાથે જોડાયેલી યાદો તાજી કરી: બાળપણથી જ અભ્યાસ ઉપરાંત એક પાત્રિય અભિનય, મોનો એકટીંગ વગેરેમાં ઉંડો દાખવનાર કલાકાર આજે પોતાના બેનર હેઠળ યુવાધનને પસંદ પડે તેવી ફિલ્મનું નિર્માણ કરશે

જામનગર:-જામનગરના વતની ગુજરાતી ફિલ્મમાં પ્રસિઘ્ધી પામનાર ગુજરાતી કલાકાર આર્યન બ્લોચએ પોતાના અભિનય અને દિગ્દર્શન દ્વારા ખુબ ટુંકા સમયગાળામાં મહત્વની કામગીરી કરી બતાવી છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં માનભેર તેમનું નામ લેવામાં આવે છે માતા પિતાના સાથ સહકાર અને તેમના નાના મેહુલકુમારના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ફિલ્મમાં દિગ્દર્શન કરે છે, અત્યંત નાની વયે એકટીંગ અને દિગ્દશર્ન ક્ષેત્રે તેમણે મહત્વની કામગીરી કરી છે. નવાનગર ટાઇમની મુલાકાતે આવેલા આર્યન બ્લોચે પોતાના અભ્યાસ અને જન્મભૂમિ જામનગર વિશે વિશેષ વાર્તાલાપ કર્યો હતો.

જામનગરમાં હર્ષદમીલની ચાલી પાસે માતા જમીલાબેન અને પિતા મહંમદ યાશીન બ્લોચના ઘરે તા.5-4-1991ના રોજ જન્મેલા આર્યન બ્લોચ નાનપણથી જ કંઇક કરી શકવાની ખેવના ધરાવતાં હતાં. પિતા હ્યુમન રાઇટસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને માતા ગૃહીણી છે, બહેન સુમૈયા બ્લોચ ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત કલાકાર છે, નાનપણથી જ પરીવારમાં ફિલ્મી કેરીયર સાથે આર્યન બ્લોચ જોડાયેલા છે, તેમને વર્ષ 2014માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એસએસ ફીલ્મ તરફથી બેસ્ટ કલાકાર તરીકેનો એવોર્ડ નામાંકિત એવા ગુજરાતી ફિલ્મોના એકટર નરેશ કનોડીયાના હસ્તે પ્રાપ્ત થયો હતો.

આર્યન બ્લોચ જણાવે છે કે, નાનપણથી જ અભ્યાસમાં રસરૂચી હતી પરંતુ શાળામાં ઇતર પ્રવૃતિ અને નાનપણથી જ મોનોએકટીંગ, એક પાત્રિય અભિનય, વકતૃત્વ સ્પર્ધા, ગાયન સ્પર્ધામાં શાળામાં ભાગ લેતાં હતાં, ધોરણ 12 કોમર્સ સુધી જામનગરની નવાનગર હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો મારા નાના મુંબઇ ખાતે રહે છે, મેહુલકુમારે અનેક ફિલ્મોમાં મહત્વનું દિગ્દર્શન કર્યુ છે તેનાથી સતત પ્રેરાઇને મને પણ કંઇક કરી બતાવવાની ઝંખના હતી આથી ધોરણ 12 પાસ કર્યા બાદ પ્રથમ ફિલ્મ ઘેર ઘેર દશામાં દિવાથી મેં ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કર્યુ.

વર્ષ 2016માં ગુજરાતી દિગ્દર્શક ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં ફેમસ ડીરેકટર રાજુભાઇ પટેલ સાથે પણ મેં કામ કર્યુ છે. માત્ર 19 વર્ષની નાની વયે એકટર તરીકે હું ગુજરાતી ફિલ્મો સાથે જોડાયો હતો. આજે અનેક ફિલ્મોમાં સફળતા પૂર્વક મેં કામ કર્યુ છે જેમાં દશામાંનો સાવજ, દશામાંનો દિકરો આ ધાર્મિક ફિલ્લમમાં જીજ્ઞેશ કવિરાજ સાથે ડોકટરની ખાસ ભૂમીકા ભજવી હતી, ડગલેને પગલે યાદ આવે દશામાં શ્રીરામ ઓડીયોની ઘેર ઘેર દશામાંના દિવા, ઉપરાંત વિડીયો આલ્બમ મેલડીમાંના શરણે, સાંઇ કા દરબાર, કનકાઇમાંના શરણે, ધન ધન હિંદવાપીર, દશામાંના આર્શીવાદ જેવા ધાર્મિક આલ્બમ અને ધાર્મિક ફિલ્મમાં કામ કર્યુ છે.

ધાર્મિક ફિલ્મો અને આલ્બમ ઉપરાંત પ્યાર હો ગયા નામની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે, જેનું લેખન અને દિગ્દર્શન આર્યન બ્લોચે કર્યુ છે.

આમ તો ધાર્મિક ફિલ્મો અને ધાર્મિક આલ્બમો એ જોવા વાળો એક વર્ગ હોય છે, આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ હવે આધુનિકીકરણ આવ્યું છે, વર્ષો પૂર્વે ગ્રામ્ય સમાજનું વાતાવરણ અને સદીઓ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પાછળ હતી, તેવું લાગતુ હતું, હાલ ગુજરાતી ફિલ્મોમાં પણ હિન્દી ફિલ્મો જેવી ભાત પાડતી ફિલ્મો આવી છે, જેના વિશે જામનગરના કલાકાર આર્યન બ્લોચ જણાવે છે કે, છેલ્લા પ વર્ષથી ગુજરાતી ફિલ્મોનો ટે્રન્ડ પણ બદલાયો છે. જેને ઘ્યાનમાં રાખીને અમે પ્રીતના વચન નિભાવીશું, નામથી એકશન, લવ સ્ટોરી, યુવા જનરેશનને પસંદ પડે તેવા દ્રશ્યો સાથે આ ફિલ્મ હું ડીરેકટ કરી રહ્યો છું જેમાં સંવાદ, સ્ક્રીન પ્લે, ડાયલોગ વગેરે લોકોને પસંદ પડે તેવું લખાયું છે.

Related posts

હાશ.. ઠંડી ઘટી! જામનગરમાં 11.4 ડીગ્રી

Nawanagar Time

હવે વિકાસ કાર્યોની ગ્રાન્ટથી કોર્પોરેશન કર્મચારીઓના પગાર થશે

Nawanagar Time

બંગાળની ખાડી પર તૈયાર થઈ નવી સિસ્ટમ, શરૂ થશે ચોમાસાનો બીજો રાઉન્ડ

Nawanagar Time

Leave a Comment