Nawanagar Time
ટેક્નોલૉજી

જેવો પેટમાં ગેસ થશે તયારે તરતજ આ ટૂલ ફોન માં જાણકારી મોકલી આપશે…

as-soon-as-the-gas-is-in-the-stomach-this-tool-will-immediately-send-information-to-the-phone

 

પેટની અંદર જઈને ગેસ વિશેની માહિતી આપશે

જો પેટમાં વધારે ગેસ થઈ જાય તો શરીરમાં બેચેનીનો અનુભવ થાય છે. જો સ્વસ્થ રહેવું હોય તો તેના માટે પેટ સ્વસ્થ હોય તે ખૂબ જ જરૂરી છે. તેવામાં એક એવી ગોળી વિશે જાણવા મળ્યું છે કે જે પેટની અંદર જઈને ગેસ વિશેની માહિતી તમારા સ્માર્ટફોન પર મોકલી આપશે.

પેટમાં કેટલો ગેસ તૈયાર થયો છે?

આ ગોળી પેટમાં જઈને ગેસ વિશેની માહિતીને શોધી કાઢે છે, આ ગોળી પેટમાં તૈયાર થયેલા કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજનના ચોક્કસ સમયની માહિતી આપે છે. આ ગોળી દ્વારા એવું જાણવા મળે છે કે તમારા પેટમાં કેટલો ગેસ તૈયાર થયો છે. જે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

આ ગોળી કંઈક આ રીતે કામ કરે છે

આ ગોળી ઓસ્ટ્રેલિયાની RMIT યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં એક એસી મેમ્બ્રેન હોય છે જેમાં સરળતાથી ગેસ પ્રવેશી શકે છે. આ સિવાય તેમાં માઈક્રોકંટ્રોલર, બેટરી, એન્ટિના અને વાયરલેસ ટ્રાંસમિટર પણ હોય છે. કેટલાંક સમય શરીરમાં રહ્યા બાદ આ ગેસ્ટ્રોઈંડેસ્ટાઈનલ ટ્રેક દ્વારા બહાર આાવી જાય છે.

તેનો કેન્સરના ઈલાજમાં થશે ઉપયોગ

આ ગોળીના ટ્રાયલ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે જે લોકો હાઈ ફાઈબર ડાયટ લે છે તે લોકોમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન ગેસ બને છે. આ પહેલા એવું સમજવામાં આવતું હતું કે મોટા આંતરડામાં ઓક્સિજન બનતો નથી. તેવામાં આંતરડાના કેન્સરના ઈલાજમાં પણ આ ગોળી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

Related posts

સરકારની તમામ ઓનલાઈન સેવાઓ આજથી મધરાતથી બંધ, Online Black Out

Nawanagar Time

OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન…

Nawanagar Time

Jio ને ટક્કર આપવા Airtel અને Vodafone-Idea બનાવી રહી છે આ મોટી યોજના..

Nawanagar Time

Leave a Comment