Nawanagar Time
ગુજરાત

કાલાવડ ખાતે આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયુ.

asha-worker-womens-convention-held-at-kallavad

કાલાવડ:-તાજેતરમાં જિલ્લાના કાલાવડ ગામે આશા વર્કર બહેનો માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં તમામ આશાવર્કર બહેનોના આરોગ્યની તપાસ કરી આશા બહેનોને પડતી મુશ્કેલીઓ નિવારવા ‘પ્રોબ્લેમ સૉલ્વ કોર્નર’ બનાવી સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યાં મુજબ, શનિવારે કાલાવડ તાલુકાના આશા બહેનોનું સંમેલન યોજાયેલ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, છઈઇંઘ ડો. બથવાર, જિલ્લા પંચાયત સભ્ય જે.ટી.પટેલ, મામલતદાર કાલાવડ, રીટાબા જાડેજા, પ્રવિણભાઈ માધાણી, અરવિંદભાઈ ગજેરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ આશા બહેનો દ્વારા બેટી બચાવો, રસીકરણ, અંધ શ્રદ્ધા નિવારણ, તમાકુ વિરોધી તથા આરોગ્ય વિષયક કાર્યક્રમો રજૂ કરેલ, આ તકે જિલ્લા આરોગ્ય મહામંડળના પ્રમુખ વી.પી.જાડેજા દ્વારા મંડળ વતી શ્રેષ્ઠ આશાને પ્રોત્સાહિત કરેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ઝાલાવડીયા અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની મહત્વની વાત તમામ આશા બહેનોનું હિમોગ્લોબિન ચેક કરવા ઉપરાંત તેમને આઇ કાર્ડ આપવામાં આવેલ તેમજ પ્રથમ વખત સ્થળ પર આશા બહેનો માટે પ્રોબ્લેમ સોલ્વ કોર્નર બનાવી આશા બહેનોના તમામ પ્રશ્ર્નોના નિરાકરણ લાવવામાં આવેલ જેની તમામ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંશા કરેલ હતી.

Related posts

ભારે વાહનોની નોંધણી માટે RTOનો ધક્કો નહીં ખાવો પડે, નોંધણી સરળ કરી દેવાઈ

Nawanagar Time

અમે ટ્યુશન નહીં કરીએ….શિક્ષકો પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી લેવાશે

Nawanagar Time

જામનગરમાં જશ્ન: એરફોર્સની બહાદુરીને બિરદાવાઇ

Nawanagar Time

Leave a Comment