Nawanagar Time
સ્પોર્ટસ

ક્રિકેટર અશ્વિનની અમદાવાદ કમિશ્નરે કાઢી ઝાટકણી.. શુ છે વિગત જાણો વધું.

ashwins-ahmedabad-commissioner-scolded

લોકસભા ચૂંટણી માટે થોડા દિવસમાં મતદાન શરૂ થવાનું છે, ત્યારે IPL પણ ચાલી રહી છે. આ બધા વચ્ચે ક્રિકેટરોને સમસ્યા આવી રહી છે કે, તેઓ IPLના વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે તેમના શહેરમાં વોટ આપવા માટે કેવી રીતે જાય. વોટનું મહત્ત્વ ધ્યાનમાં રાખતા ભારતીય ટીમના ખેલાડી રવિચંદ્રન અશ્વિને એક સલાહ આપી છે, તેણે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટરોને IPL રમવા દેશભરમાં ફરવું પડે છે, એવામાં વોટિંગના દિવસે ક્રિકેટરો જે શહેરમાં હોય, તેમને ત્યાંથી મતદાન કરવાનો અધિકાર મળવો જોઇએ.

હવે વિવાદ ત્યાં થયો કે, અશ્વિને આ અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરી. એટલે લોકોએ તેની સોશિયલ મીડિયા પર ટીકા કરી હતી. આ વાત ખરેખર તેને ઇલેક્શન કમિશનને કહેવી જોઇએ

અશ્વિનની આ વાત અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને જરા પણ પસંદ આવી નહોતી અને તેમણે ટ્વીટ કરીને અશ્વિનની ઝાટકણી કાઢી નાખી હતી. તેમણે ત્રણ તથ્ય સાથે જવાબ આપ્યો હતો, જેમાં તેમણે પહેલા લખ્યું હતું કે ઇલેક્શન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે PMO દ્વારા નહીં. બીજું IPLમા રમવું અને આપણા દેશની રક્ષા કરવી તે બંને અલગ વાત છે અને ત્રીજું ચૂંટણીનું આયોજન કરવું માંકડિંગ કરવા જેટલું સરળ નથી.

Related posts

ક્રિકેટમાં 39 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો… આ રહ્યું તેનું કારણ..

Nawanagar Time

તો ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે WORLD CUP નહીં રમે!

Nawanagar Time

વિવાદ બાદ બાંગ્લાદેશની  ટીમે બદલી જર્સી

Nawanagar Time

Leave a Comment