Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળાના પ્રારંભે જ અનેક વિસ્તારો ટેન્કર ભરોસે

at-the-beginning-of-the-summer-the-tanker-trusts-many-areas

લતીપર અને જોડિયામાં ઘાસડેપો શરૂ : જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક મળી

જામનગર:-ઉનાળાના પ્રારંભે જ જામનગરના પરા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ટેન્કર ભરોસે મુકાયા છે અને અર્ધઅછત ગ્રસ્ત  લતીપુર અને જોડીયામાં ઘાસડેપો શરૂ કર્યા હોવાનું પાણી સમિતીની બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા  કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને મળેલી પાણી સમિતીની બેઠકમાં પીવાના પાણી અને ઘાસચારા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકરે જણાવ્યું કે જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં જામનગર તાલુકાના પરાઓ બેડ ચારણને કોબા વિસ્તાર વાંકોલ માતાજી મંદિર વિસ્તાર, નાઘેડી  વિસ્તાર, કનસુમરા વાડી વિસ્તારને, લાલપુર તાલુકાના ગામો મોડપર અને ચારણતુંગી, કાલાવડ તાલુકાના ગામો ઉમરાડા અને ડાંગરવાડા તથા મોટી નાગાઝરને(કૃષ્ણનગર પરા વિસ્તાર) પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત હોઈ ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યુ હતું. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન  અધિકારીઓને સુચિત કર્યા હતાં.

જામનગર જિલ્લામાં અછત અન્વયે અસરગ્રસ્ત ધ્રોલ અને જોડીયા તાલુકાઓના કુલ 31454 ખાતેદારોને કુલ રૂા.3337.09 લાખની સહાય ચૂકવવામાં આવી છે અને ધ્રોલ ખાતે લતીપર તેમજ જોડીયા ખાતે 1-1 ઘાસડેપો કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત ગૌશાળા અને પાંજરાપોળને રૂા.11,89,825.00ની સબસીડી પણ ચૂકવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા  અધિકારી પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડન્ટ શરદ સિંઘલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

નેતા-નીતિ વગરના કોંગ્રેસીઓ ખેડૂતોના પ્રશ્ર્નો ઉકેલવા નીકળ્યા છે: પૂનમબેન

Nawanagar Time

ચાંદીબજાર ચોકમાં ધ્વજવંદન કરતાં મેયર હસમુખભાઈ જેઠવા

Nawanagar Time

અઠંગ લૅપટોપ ચોરને દિલ્હીથી ઝડપી લેતી જામનગર પોલીસ

Nawanagar Time

Leave a Comment