Nawanagar Time
જામનગર

પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો

જામનગર: જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપમાંથી 124 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે તે વચ્ચે સંગઠનના મોટા ભાગના હોદેદારોએ ટીકીટ માંગી છે અને મોરબી ખાતે ફરીથી પાટીલ ભાઉએ ઇશારો કરીને સંગઠનના હોદેદારોએ ટીકીટની અપેક્ષા ન રાખે તેવા નિવેદન સામે જામનગરમાં ભાજપના હોદેદારોને મુંઝવણમાં મુકી દીધા છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 2015 કરતા આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આ વખતે જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 124 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઉત્સાહ દેખાડયો છે ત્યારે વડોદરા બાદ ફરીથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલ ભાઉએ મમરો મુકીને સંગઠનના હોદેદારો ટીકીટની અપેક્ષા ન રાખવાની સલાહ સાથે સુચક નિવેદનથી જામનગર મહાનગર પાલીકા અને જિલ્લા પંચાયત લડવા માંગતા ભાજપના વર્તમાન સંગઠનના હોદેદારોમાં ધ્રાસકો પડયો છે.

દરમિયાન ભાજપ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી જામજોધપુરની 4 બેઠકો પર ત્રણ ભાજપના હોદેદારોએ ટીકીટ માંગી છે. આ ઉપરાંત કાલાવડની 4 બેઠકો પર ધ્રોલ-જોડિયાની બે-બે બેઠકો ઉપર, જામનગરની 8 બેઠકો ઉપર સિક્કા તથા લાલપુરની 3 બેઠકો ઉપર મળીને ભાજપના હોદેદારોમાં મંત્રી, મહામંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મોટા ભાગના હોદેદારોએ ટીકીટ માંગી હોવાથી પાટીલના નિવેદનથી ઉમેદવારો મુઝવણમાં મુકાયા છે અને જિલ્લા સંગઠનને પણ નિર્ણય લેવામાં નાજુક સ્થિતિમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.

આ મામલે જામનગર ભાજપ સંગઠનના ટોચના સુત્રોએ જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ સંગઠનમાં પણ બે-બે હોદેદારોને નિમણુંક અપાય છે ત્યારે પ્રદેશ કક્ષાએથી અમલવારી થાય તે પાટીદાર આંદોલન સમયે ભાજપમાંથી સામા પુરે ચૂંટણી લડીને હાર સહન કરવાની હિમ્મત દાખવી હતી ત્યારે આ વખતે ભાજપનું ચિત્ર સારૂ હોવાથી ટીકીટ માંગીને ચૂંટણી લડવી તેમાં ખોટુ શું છે તેવા સવાલો વચ્ચે પાટીલના સુચન નિવેદન સામે જામનગર જિલ્લામાં વિવાદ છેડાયો છે.

બીજી તરફ પાટીલ ભાઉના સંગઠનના હોદેદારો ટીકીટની અપેક્ષા ન રાખે તેવા ઇશારા સામે ભાજપના યુવા કાર્યકરોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે અને પેધી ગયેલા હોદેદારો સામે ચૂંટણી લડવાની તક મળવાની નવી આશા જાગતા ઉત્સાહમાં આવીને કામે લાગીને જોરશોરથી પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Related posts

લોકમેળામાં રાઈડ્સ કૌભાંડ આચરી લાખોની કમાણી કરતા અધિકારીઓ

Nawanagar Time

પિત્તરાઈ સાથે કઢંગી હાલતમાં જોઈ પિતાએ હવસ સંતોષી પુત્રીને ગર્ભવતી બનાવી

Nawanagar Time

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરે મહિલાનો ભોગ લીધો

Nawanagar Time