Nawanagar Time
ગુજરાત જામનગર

જિલ્લામાં 428 લાખના ખર્ચે 57 ગામના તળાવ ઉંડા ઉતર્યા !

at-the-cost-of-428-lakhs-57-villages-of-the-district-landed-deep

ગ્રામ્ય ધારાસભ્યને તળાવ ઉંડા કરવાની કામગીરી અંગે તંત્રએ વિગતવાર જવાબ આપવો પડયો : જામનગર જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવામાં જંગી ખર્ચ એળે ગયાની આશંકા

જામનગર:-હાલારમાં ગત ચોમાસામાં વરસાદની ખેચ રહેતા જેમ વરસોથી ચાલ્યુ આવે છે તેમ અમુક  તો જલસો પડી જાય છે. માટે તો અછત રાહતના કામ અંગેની વિગતો જાહેર કરવામાં માવતી નથી પરંતુ ગ્રામ્ય ધારાસભ્યએ વિગતવાર માહિતી માંગી હતી જેમાં પ્રથમ તો અધુરા-અંગત જવાબો આપીને ટાળવામાં આવ્યુ હતું પરંતુ અંતે જિલ્લા કલેકટરની સુચનાથી વિગતો જાહેર કરવી પડી છે. (ઉલ્લેખનીય છે કે વહિવટી પારદર્શીતના જિલ્લા કલેકટર  જ આગ્રહી છે, સંકલનની મીટીંગને પણ ખુબ જ ગંભીરતાથી લે છે અને પદાધિકારીઓના પત્રોના પ્રશ્ર્નોના તુરંત જવાબ અપાય તેનો આગ્રહ રાખી દરેક મીટીંગમાં સુચના આ આપે છે તે બાબત મીનીટસમાં નોંધાયેલી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપેલા વિસ્તૃત જવાબ મુજબ કાલાવડ તાલુકાના 18 ગામો, જામજોધપુર તાલુકાના છ, જામનગર તાલુકાના  ધ્રોલ તાલુકાના 18, લાલપુર તાલુકાના ચાર ગામોનો સમાવેશ થાય છે આમ કુલ 430 ગામોમાંથી માત્ર 57 જ ગામોનો સમાવેશ થયાનું દર્શાવાયું છે.

સમગ્ર કામગીરીમાં એકંદર જોઇએ તો 428 લાખનો ખર્ચ થયાનું જણાવાયુ છે. છતાં પરિસ્થિતિએ થઇ કે કેટલાક ઊંડા ખોદાયા, કેટલી જળ સંગ્રહ શકિત વધી તે તો દર્શાયુ જનહીને  થયેલા કામ, હાથ ધરાયેલા કામો, રકમ ચુકવાયેલા કામો એ અંગેના જુદા જુદા પત્રકો દર્શાવી કાગળો ચીતરી દેવામાં આવ્યા છે. પરંતુ એકંદર મોટાભાગની વિગતો તો જાહેર કરવી પડી છે તેટલી રાહત છે. આમ, તંત્રને જ્યારે ગંભીરતાથી સુચના આપવામાં આવે છે ત્યારે વિગતો જાહેર કરે છે. ત્યાં સુધી બને ત્યાં સુધી  વહિવટી ભાષામાં ઉતરો આપી દેવાય છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ધારવિયાએ આ અંગે વિસ્તૃત વિગતો માંગી હતી જેમાં પૂછાયું હતું કે મુખ્યમંત્રીના બહુ ગાજેલા તળાવો ઉંડા ઉતારવાના કામોમાં સ્થાનિક કક્ષાએ થયેલા ભ્રષ્ટાચાર અને લાલીયા વાડીના કારણે આ સમગ્ર કામગીરી ફલોપ થઈ છે અને ખરેખર તળાવની સંગ્રહ શક્તિમાં ખાસ કંઈ વધારો  નથી અને નાણાનો દુર્વ્યય થયેલ છે અને બીજી તરફ અમૂક કામના ચૂકવણા પણ બાકી છે. તેથી આ અંગે તુરંત માહિતી પુૂરી પાડવી જેમાં કઈ કઈ માહિતી મંગાઈ છે તે મુદ્દાઓમાં વર્ષ ર018માં જામનગર જિલ્લામાં અલગ અલગ વિભાગો હસ્તક તથા ડીઆરડીએ દ્વારા કઈ યોજના હેઠળ કેટલા કામો, માટી કામ કરી,  ઉંડા ઉતારવાનું આયોજન હતું? જળ સંગ્રહ કેટલો વધારવાનો હતો? કેટલો ખર્ચ કરવાનો હતો તેમજ આ માટે વર્ષ 2018માં કેટલા કામો મંજૂર થયા તેની ગામવાર વિગતો આપવી ઉપરાંત વર્ષ 2018માં જામનગર જિલ્લામાં અલગ અલગવિસ્તારો હસ્તક તળાવો ઉંડા ઉતારીને જળસંગ્રહ વધારવાની કામગીરીમાં કેટલા કામો હાથ ધરવામાં આવેલા તેની પણ ગામવાર માહિતી  આવેલ અને આ જુદા જુદા વિભાગો દ્વારા કેટલું ચૂકવણું થયું? કેટલું બાકી છે? કેટલી જળસંગ્રહ ક્ષમતા વધી છે? આ તમામ વિભાગ વ્યવસ્થિત પૂરી પાડવા માટે લગત વિભાગોને પણ જણાવવું તેમ પણ ધારાસભ્યએ જિલ્લા સંકલનમાં પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો જે અંગે અગાઉથી લેખિત જાણ કરી હતી.

ઊંડ જળ સિંચન હેલ્પ 16  કામો અલગ

ઊંડ જળ સિંચન હેઠળના જામનગર તાલુકાના 6, લાલપુર તાલુકાના ત્રણ, જોડિયા તાલુકાના ત્રણ અને ધ્રોલ તાલુકાના એક તળાવને ઊંડુ કરવામાં આવ્યુ છે જેનો ખર્ચ 16 લાખ દર્શાવાયો છે ખરેખર આ ખર્ચ અને કામ તો લોકભાગીદારીથી કરવામાં આવ્યા છે માત્રે વિભાગે 100 ટકા ચુકવણા કર્યા નથી. ઉપરાંત સંખ્યા  કામોમાં વિભાગે પોતે ચુકવવાના નાણા પુરેપુરા દરેક કામના હજુ ચુકવ્યા નથી તેના જુદા જુદા કારણો જાહેર થયા છે.

Related posts

જામનગરમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

Nawanagar Time

રાજ્યમાં અછતની સ્થિતિ આંકવામાં સરકાર નિષ્ફળ: કેન્દ્ર પાસે વધુ સહાય માંગી..!

Nawanagar Time

જામજોધપુર પંથકમાં સલામતી નિયમોનો ભંગ કરી હેવી વીજલાઇન નખાતાં રોષ

Nawanagar Time

Leave a Comment