Nawanagar Time
ગુજરાત જામનગર

અંતે જામનગર જિલ્લાના ખેડૂતોને મગફળીનું પેમેન્ટ કરતી સરકાર

at-the-end-of-jamnagar-district-government-payments-to-farmers-groundnut

ભાજપના જ આગેવાનોએ સરકારને કરેલી રજૂઆત સફળ!

જામનગર:-જામનગર જિલ્લામાં સરકારને ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોનું પેમેન્ટ થયું ન હોવાની રજૂઆત જિલ્લા ભાજપ દ્વારા જ રાજ્યની ભાજપ સરકારને થઇ હતી. જેને અંગે સફળતા મળી છે. અને સરકારે જિલ્લાના 500થી વધુ પોતાને પેમેન્ટ કરવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવાયું છે.

જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના આગેવાનો સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી ડો. ભંડેરી, ચેતનભાઇ કડીવાર, પ્રવિણસિંહ જાડેજા, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડો. પી.બી. વસોયા, સૂર્યકાંતભાઇ મઢવી સહિત જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયા દ્વારા રાજ્યના કૃષીમંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાને જામનગર જિલ્લાના જે ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચેલી જે પૈકી ખેડૂતોનું પેમેન્ટ બાકી રહ્યું હોવાની રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આર.સી. ફળદુ અને જયેશભાઇ રાદડીયાએ ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી જામનગર જિલ્લાના 500 ઉપરના ખેડૂતોને ડી.ડી. દ્વારા પેમેન્ટ ચુકવવાની કામગીરી શરૂ કરેલ છે.

Related posts

લોકડાઉન-3ના અંતિમ બે દિવસમાં અનેક લોકો પોલીસની ઝપટે ચડ્યા

Nawanagar Time

ખંભાળિયામાં કરાર આધારીત કર્મચારીઓની હડતાળ સમેટાઇ

Nawanagar Time

જામનગરમાં કોંગી કાર્યકર્તાઓનું સંમેલન

Nawanagar Time

Leave a Comment