Nawanagar Time
જામનગર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ વખત ખનીજના બ્લોકની હરાજીનો કરાતો પ્રારંભ

ગુજરાત સરકાર દ્વારા ખનીજોની લીઝ આપવાનું લાંબા સમયથી બંધ હોય સરકારે આ ક્ષેત્રમાં રોજગારી વધારવા માટે સરકારી જમીનો પર આવેલી ખાણોનો બ્લોક બનાવીને લીઝથી જાહેર હરાજીથી આપવા માટે શરૃ કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જે.આર.ડોડીયા તથા જિલ્લા ખાણ ખનીજ અધિકારી મહેન્દ્રકુમાર પટેલના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકામાં ચાર જગ્યાએ આવા બ્લોક કરીને તેનું ઈ-ઓકશનથી બ્લોક હરાજીની પ્રક્રિયા જિલ્લામાં સૌ પ્રથમ શરૃ કરી છે.

દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગોરીજા ગામની સરકારી જમીનમાં બે સ્થળે તથા દ્વારકાના અણિયારી ગામે બે સ્થળે એમ કુલ ચાર બ્લોક જે બાંધકામના પથ્થરના (સફેદ બેલા) ની લીઝ છે તેની જાહેર હરાજીથી બ્લોક આપવા માટે જાહેરાત આપવામાં આવી છે. તથા આ માટેની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં બ્લોકથી લીઝ આપવા માટેની આ પ્રથમ પ્રક્રિયા થઈ છે.

Related posts

આને કહેવાય મંદી! દરેડ જીઆઈડીસીના કારખાનામાં જુગારધામ ઝડપાયું

Nawanagar Time

જામનગર જિલ્લા જેલને બદનામ કરવાનું ષડયંત્ર

Nawanagar Time

જામનગરના બર્ધન ચોક, દરબારગઢ નજીક 10 મિનીટ માટે ટ્રાફિક ડ્રાઇવનું નાટક

Nawanagar Time

Leave a Comment