Nawanagar Time
ગુજરાત જામનગર

ઘા રૂઝાવાની પ્રક્રિયામાં આયુર્વેદની વુંડકેર પદ્ધતિ આશીર્વાદ સમાન

ayurvedas-woodcut-system-is-blessed-with-the-process-of-wound-healing

ડાયાબીટીસ, અલ્સર, રાંઝણના ઘા સહીતના ઘા રૂઝાવાની આયુર્વેદિક પદ્ધતિથી અનેક દર્દીઓએ મેળવી સારવાર

જામનગર:-જામનગરની આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા અસાઘ્ય રોગોની સારવાર કરવામાં આવે છે આધુનિક સમયમાં એલોપેથીક દવાઓનો વ્યાપ વિસ્તર્યો છે. તેમ છતાં વધતી જતી ટેકનોલોજીના સમયમાં પણ આયુર્વેદ યુનિવર્સીટીના વુંડકેર યુનીટ દ્વારા ઘા રુઝાવાની દવાઓનું સંશોધન કરવામાં આવે છે. ડાયાબીટીક દર્દીઓને જયારે કોઇપણ દવા અસર ન કરે અને તેના શરીરના મહત્વના અંગોમાં જયારે ઘા નથી રૂઝાતા ત્યારે વુંડકેર યુનીટ આશીર્વાદ સમાન સાબીત થયું છે.

જામનગરના પીજી વિભાગ ઓપીડી નંબર 1 અને 2માં શલ્યતંત્ર વિભાગના ડો. દુધુમલ દ્વારા વર્ષ 2013થી વુંડકેર યુનીટની આઇપીજીટી કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી છે. અહીં 10 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને ઘામાં રૂઝવવાની દવાઓની સારવાર મેળવી છે. નિયમીત ઓપીડી નંબર 1 અને ર માં  30 થી 35 દર્દીઓ સારવાર મેળવે છે.

વુંડકેર યુનિટમાં ડાયાબીટીસ, અલ્સર, લોહીની નળીઓ  સુકાવી, પે્રશર અલ્સર, રાંઝણના ઘા તથા શરીરમાં અન્ય કોઇપણ રીતે પડેલા ઘા રૂઝવવાની પ્રક્રિયા અહીં આયુર્વેદીક ઢબ્બે સારવાર અપાઇ છે. આ સારવારમાં કોઇપણ જાતના એનેસ્થેસીયા કે એન્ટી બાયોટીકને ઉપયોગ કરવામાં આવતો નથી. તમામ સારવાર દર્દીને વિનામુલ્યે આપવામાં આવે છે.

આ સારવાર દ્વારા ઘા તેમજ ચાંદાઓમાં એમ્યુટેશન રેટ ઘટાડી શકાય છે. એટલે કે જયારે લાંબી એલોપેથીની કે અન્ય દવાઓ સારવાર બાદ દર્દીના ઘા રૂઝાતા ન હોય ત્યારે આયુર્વેદિક યુનિવર્સિટીના વુંડકેર વિભાગમાં આપવામાં આવતી સારવાર મહત્વની ગણાય છે જેમાં દર્દીના લોહી પેશાબની તપાસ, એકસરેની તપાસ તેમજ જો કોઇ અન્ય બિમારી હોય તો તેને પંચકર્મ કે અન્ય સારવાર પણ આપવામાં આવે છે. તમામ પ્રકારની સારવાર અહીં દર્દીને વિનામુલ્યે અપાય છે. વુંડકેર યુનિટમાં દર્દીને ઘા રૂઝવવા માટે વિવિધ પ્રકારની ઔષધીઓથી સીઘ્ધ કરેલ તેલનો વપરાશ કરવામાં આવે છે. તેને આહાર-વિહારના નિયમો પણ આપવામાં આવે છે. ઘાની સારવાર એ માત્ર ડ્રેસીંગથી પુરી થઇ શકતી નથી. તેમાં દર્દીની લાઇફ સ્ટાઇલ તેમજ આહાર અને પરેજી પણ મહત્વના હોય છે. ઘા પડયા પછી આગળ ન વધે તેની પણ અહીં કાળજી રાખવામાં આવે છે. અને શરીરમાં કોઇપણ ઘા ફરીથી ઉત્પન્ન ન થાય તેની કાળજી અહીંના ડોકટરો દ્વારા રાખવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે ટેકનોલોજી એ આધુનિક સમયમાં હરણફાળ ભરી છે. ત્યારે એલોપેથી દવાઓ પણ કયારેક કારગત નિવડે છે. એવા સમયમાં ઘણા દર્દીઓને ડોકટરો દ્વારા શરીરના હાથ, પગમાં ડાયાબીટીસના કારણે સડો ફેલાઇ જતાં શરીરના તે અંગોને દુર કરવામાં આવતાં હોય છે. અહીં જો દર્દી આયુર્વેદ યુની.ના વુંડકેર યુનિટમાં સારવાર લે તો તે પોતાના અંગોને બચાવી શકે છે તેવા અનેક કિસ્સાઓ અહીંના ડોકટરોએ ‘નવાનગર ટાઇમ’ સાંઘ્ય દૈનિકની મુલાકાત વખતે જણાવ્યા હતાં.

Related posts

જામનગરમાંથી વધુ એક વેપારી મોબાઇલ ફોનમાં ક્રિકેટના સોદા પાડતાં પકડાયો: અન્ય એક ફરાર

Nawanagar Time

જામનગર નજીક હાપા વિસ્તારના હોટલ સંચાલક યુવાન પર છરી વડે હુમલો

Nawanagar Time

ટ્રાન્સપોર્ટરને લમધારનાર ભાજપના નગરસેવકની ધરપકડ

Nawanagar Time

Leave a Comment