Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આયુષ્માન ખુરાના પોલીસ અફસરના રોલમાં

ayushmann-khurranas-police-officer

બૉલીવુડમાં પોલીસ-ઑફિસરનું પાત્ર ઘણા ઓછા લાકોને ભજવવા મળે છે અને હવે આ કૅટેગરીમાં આયુષ્માન ખુરાનાનું નામ જોડાઈ ગયું છે. સ્પર્મ ડોનર થી લઈને જોઈ નહીં શકતી વ્યક્તિનું પાત્ર ભજવવા બાદ હવે તે પોલીસ-ઑફિસર તરીકે જોવા મળશે. આ ફિલ્મને ‘મુલ્ક’ના ડિરેક્ટ અનુભવ સિંહા બનાવી રહ્યા છે. ભારતીય બંધારણમાં આર્ટિકલ ૧૫માં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, લિંગ અને જન્મના સ્થળને લઈને ભેદભાવ કરવામાં નહીં આવે. આ ફિલ્મનું શૂટિંગ પહેલી માર્ચથી લખનઉમાં શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ‘આપણા દેશની સોશ્યલ-પૉલિટિકલ પરિસ્થિતિએ હંમેશાં મારામાં ઉત્સુકતા જગાડી છે.

આપણે ભાગ્યે જ એવી ફિલ્મો જોઈએ છીએ જેને કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુનો પક્ષ લીધા વગર બનાવવામાં આવી હોય. અનુભવ સિંહા એક એવા ડિરેક્ટર છે જે આપણા દેશની જટિલતાને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. મને ‘મુલ્ક’ ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મમાં કોમવાદને ખૂબ જ બૅલૅન્સ રાખીને બનાવવામાં આવી હતી. ‘આર્ટિકલ ૧૫’માં તેમની સાથે કામ કરીને મને ખૂબ જ ખુશી થશે.’

Related posts

દિશાના નવા હોટ ફોટ શુટેએ લગાવી આગ!

Nawanagar Time

આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ ‘ડ્રીમગર્લ’નું ટ્રેલર લૉન્ચ, પહેલીવાર જોવા મળશે આવો લુક

Nawanagar Time

ફિલ્મ ‘આર્ટિકલ 15’ નું ટ્રેલરે રૂંવાડાં કરી દીધા

Nawanagar Time

Leave a Comment