Nawanagar Time
ફૂડ એન્ડ રેસિપી સ્વાદ પકવાન

દાળનું પાણી, શિશુ ખાશે લબકારા મારી-મારી !

શિશુના ઉછેરમાં માતાનો સિંહ ફાળો હોય છે એ વાત તો સર્વવિદિત છે જ.. પરંતુ આધનિક માતાઓએ શિશુઓના યોગ્ય શારીરિક વિકાસ માટે કયો ખોરાક આપવો એ જાણવાું અત્યંત જરૂરી છે. શિશુના સારા સ્વાસ્થ્ય માટે દાળનું પાણી ખૂબ જ આવકાર્ય છે, તેમાં ભરપૂર માત્રામાં વિટામીન હોય છે અને મીનરલ્સનો પણ ખજાનો હોય છે! મગ અને મસુરની દાળનું પાણી તો શિશુ માટે અમૃત સમાન છે.

દાળ પીવડાવવાથી તે શિશુને બહુ જ સહેલાઈથી પચી જાય છે અને સ્વાદમાં પણ મજેદાર હોવાથી શિશુ ખુશી-ખુશી અને મોજથી લબકારા લઈ-લઈને દાળને સફાચટ કરી જાય છે. દાળના પાણીમાં પ્રોટીન, મિનરલ્સ અને વીટામીનની સાથે સાથે ફાયબર હોવાના કારણે શિશુના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

ઉપરાંત દાળના પાણીનો આહાર આપવાથી શિશુના શરીરને તાકાત મળે છે, દાળને માત્ર મીઠા અને હળદર સાથે બાફવી અને શિશુને તે પીવડાવી શકાય. જો કે, મરચાં અને મસાલાનો પ્રયોગ ન કરવો ઈચ્છનિય છે.

Related posts

માર્કેટની મિનિ ભાખરવડીને બદલે ઘરે બનાવો સ્વાદિષ્ટ ભાખરવડી

Nawanagar Time

તન અને મન બંનેને ઠંકડ પહોંચાડતો ટેસ્ટી પાઇનેપલ શેક

Nawanagar Time

રેસિપીઃ ભોજનમાં સર્વ કરો ઠંડું ઠંડું એપલ વોલનટ સલાડ

Nawanagar Time