Nawanagar Time
બિઝનેસ

બાઈજૂએ અમેરિકન કંપની ઓસ્મોને ખરીદી વિદેશમાં વધારશે બિઝનેસ,જાણો કેટલામાં ખરીદી…

baiju-buys-american-company-osman-overseas-business-know-how-many-shopping

ઓનલાઈન એજયુકેશન સ્ટાર્ટઅપ કંપની બાઈજૂ(BYJU)એ યુએસ બેઝડ ફર્મ ઓસ્મોને 850 કરોડ રૂપિયા(12 કરોડ ડોલર)માં ખરીદી લીધી છે. બાઈજૂએ ગુરૂવારે આ માહિતી આપી છે. ઓસ્મો રમત દરમિયાન બાળકોને શિખવાડવાની સિસ્ટમ તૈયાર કરે છે. તે ડિજિટલ ગાળામાં બાળકોને રમકડાં સાથે જોડાવા પર ફોકસ કરે છે.

ઓસ્મોની ટીમમાં ફેરફાર થશે નહિ

  1. ઓસ્મો એક અલગ બ્રાન્ડ તરીકે રહેશે. બાઈજૂ તેની ફિઝિકલ-ટૂ-ડિજિટલ ટેકનોલોજી અને કન્ટેન્ટનો ઉપયોગ કરશે. ઓસ્મોના સીઈઓ અને કો-ફાઉન્ડર પ્રમોદ શર્મા અને તેમની ટીમ કામ કરતી રહેશે.
  2. બાઈજૂનું કહેવું છે કે ઓસ્મોની ખરીદીથી તેની આંતરાષ્ટ્રીય યોજના મજબૂત થશે. તે બાળકોને શિખવાડવાની વધુ સારી ટેકનીકો ઉપલબ્ધ કરાવવા પર ભાર આપશે. બાઈજૂ અાંતરાષ્ટ્રીય સ્તર પર ઝડપથી વિસ્તાર કરવા માંગે છે. કંપની ટેકનોલોજી દ્વારા લર્નિંગ પર મોટું રોકાણ કરતી રહેશે.
  3. બાઈજૂની શરૂઆત 3 વર્ષ પહેલા 2015માં થઈ હતી. તે એપ દ્વારા ધો.3થી ધો.12 સુધીના સ્ટુડન્ટને એજ્યુકેશન સર્વિસ આપે છે. તેની સાથે 3 કરોડ સ્ટુડન્ટ જોડાયેલા છે. તેમાંથી 20 લાખે વાર્ષિક પેડ સબસ્ક્રિપશન લઈ રાખ્યું છે.
  4. બાઈજૂએ 3 વિદેશી રોકાણકારો પાસેથી 3,890 કરોડ રૂપિયાનું રોકાણ એકત્રિત કર્યું છે. આ ફન્ડિંગથી કંપનીનું વેલ્યુએશન 25,920 કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ તે દેશનું 5મું સૌથી વધુ વેલ્યુ ધરાવતું સ્ટાર્ટઅપ બન્યું છે. કંપનીએ થોડા દિવસો અગાઉ જ વિદેશી ફન્ડિંગની માહિતી આપી હતી. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ બાઈજૂ રવીંદ્રને કહ્યું હતું કે રોકાણની રકમનો ઉપયોગ નવા પ્રોડકટને લોન્ચ કરવા અને બીજા દેશોમાં બિઝનેસ વધારવા કરવામાં આવશે.

Related posts

જેટ જમીન પર..! એરલાઇન ઇન્ડસ્ટ્રી ખાંડાની ધાર પર

Nawanagar Time

શેરબજારમાં અફડા-તફડી વચ્ચે તેજી તરફી માહોલ યથાવત રહેશે

Nawanagar Time

સોના-ચાંદીની ખરીદીનો સુવર્ણ અવસર, છેલ્લા બે દિવસમાં આટલા ઘટ્યા ભાવ

Nawanagar Time

Leave a Comment