Nawanagar Time
ગુજરાત જામનગર

ચૌગલે સોલ્ટ કંપની વિરૂદ્ધ બાયો ચડાવતી બાલંભા ગ્રામ પંચાયત

balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company

મીઠા ઉદ્યોગના નામે પાંચ હજાર એકર જમીન મેળવી લઇ ઝીંગા પકડવાનું કરી દીધું : લીઝ પુરી થઇ જવા છતાં જમીનનો કબજો ન છોડતાં ધારાસભ્ય હકુભા પણ આકરા પાણીએ

જામનગર:-જામનગર જિલ્લામાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવા તાલ વચ્ચે મીઠા ઉદ્યોગના નામે હજારો એકર જમીન મેળવી લીધા બાદ આવી સરકારી જમીનનો બેફામ દુરઉપયોગ કરાઇ રહયો છે ત્યારે જોડિયા  બાલંભા નજીક પાંચ હજાર એકર જમીન મીઠા ઉદ્યોગના નામે મેળવી ચૌગલે સોલ્ટ દ્વારા ઝીંગા પકડવાનું શરૂ કરતાં બાલંભા ગ્રામ પંચાયતે ખાંડા ખખડાવ્યા છે અને લીઝ પુરી થવા છતાં જમીનનો કબજો ન છોડતાં કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી છે.

બાલંભા ગ્રામપંચાયત દ્વારા જામનગર જિલ્લા કલેકટરને કરવામાં આવેલી ચોંકાવનારી રજૂઆતમાં જણાવાયું  કે, જોડિયા તાલુકાના બાલંભા ગામે 1-5-1977ના રોજ સરકાર દ્વારા 5ાંચ હજાર એકર જમીન મીઠા ઉદ્યોગના હેતુ માટે ચૌગલે સોલ્ટ કંપનીને ફાળવવામાં આવી છે. જેનો ભાડાપટ્ટો 3-7-97ના રોજ પૂર્ણ થતાં ફરી 10 વર્ષ માટે લીઝ રીન્યુ કરવામાં આવી હતી. જેની મુદત પણ 2007માં પૂર્ણ થઇ જવા છતાં ચૌગલે સોલ્ટ દ્વારા  રીતે સરકારની માલીકીની હજારો એકર વધારાની જમીન પણ દબાવી દેવામાં આવી છે.

balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company
balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company

વધુમાં બાલંભા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા લેખીત રજૂઆતમાં જણાવાયું હતું કે, ચૌગલે સોલ્ટ કંપનીને માત્રને માત્ર મીઠા ઉદ્યોગ માટે જમીન ફાળવવામાં હોવા છતાં કંપની દ્વારા દરિયાકાંઠા નજીક મસમોટા તળાવો ખોદી નાખી આ જગ્યામાં ઝીંગા પકડવાની  કામગીરી કરવામાં આવી રહી છે. અને એથી પણ ચોંકાવનારી બાબત એ છે કે સરકારી જમીન ભાડાપટ્ટે રાખનારી ચૌગલે કંપની દ્વારા માથાભારે ગુંડાતત્વોને પનાહ આપી આ જમીન ઉપર ઉતારી દેવાતાં આસપાસના સ્થાનીક લોકોની માછીમારીની પ્રવૃતી બંધ કરાવી દઇ જો કોઇ માછીમારી કરવા જાય તો બળજબરી કરી ઝીંગા અને માછલીઓ પડાવી  રોજગારી છીનવી લેવામાં આવી રહી છે.

balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company
balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company

દરમ્યાન ગ્રામપંચાયત દ્વારા જિલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે તે સમયે ચૌગલે કંપનીને જમીન ફાળવણી વખતે કુલ નફાના 2 ટકા રકમ સ્થાનીક વિસ્તારના ઉત્કર્ષ માટે ફાળવવા જણાવાયું હોવા છતાં છેલ્લા બેતાલીસ વર્ષથી ચૌગલે સોલ્ટ દ્વારા આવી કોઇ  રકમ ફાળવવામાં આવી નથી.  ઉલ્લેખનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા  (હકુભા) દ્વારા પણ તાજેતરમાં જ ફરિયાદ અને સંકલન સમિતીની બેઠકમાં જામનગર જિલ્લામાં લીઝ પુરી હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીઠા ઉદ્યોગને ફાળવવામાં આવેલી જમીન અંગે કોઇ નિર્ણય ન લેતાં તડાપીટ બોલાવી હતી. જો કે, આમ છતાં  સુધી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કોઇ જ અસર કારક પગલાં લેવામાં ન આવતાં દાદાગીરી કરતી ચૌગલે સોલ્ટ જેવી કંપનીઓ બેફામ બની છે.

balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company
balagha-gram-panchayat-bio-chaotic-against-chougel-salt-company

Related posts

જામનગરના બ્રાસપાર્ટના ત્રણ વેપારીઓ સાથે ચીટરે એક કરોડની છેતરપિંડી કરી: ફરિયાદ

Nawanagar Time

ફાકીના બંધાણી ‘આત્મનિર્ભર’ બનતાં પાનવાળા નવરાધૂપ

Nawanagar Time

જામનગરમાં નાગાબાવા આણી ટોળકીએ વૃદ્ધનો સોનાનો ચેઈન ગપચાવી લીધો

Nawanagar Time

Leave a Comment