Nawanagar Time
ધાર્મિક

વાંસનો છોડ ઘરમાંથી દૂર કરે છે નિરાશા અને દરિદ્રતા

bamboo-plants-remove-from-home-disappointment-and-impoverishment

બામ્બુ પ્લાન્ટ એટલે કે વાંસના છોડ તમે અનેક ઘર અને ઓફિસમાં જોયા હશે. આ છોડ ઘરમાં રાખવાથી સકારાત્મકતા વધે છે અને નકારાત્મક ઊર્જા ઘટે છે. આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે. આ છોડ જો તમને ઉપહારમાં મળે તો તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ છોડ જે ઘરમાં હોય ત્યાં સકારાત્મકતા સરળતાથી આકર્ષિત થઈ જાય છે.

વાંસના છોડની પરંપરા આમ તો ફેંગસૂઈ પરથી શરૂ થઈ છે. ફેંગસૂઈમાં તો તેને અત્યંત અસરકારક ઓજાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જે સ્થળે વધુ પડતી નકારાત્મક ઊર્જા છવાયેલી હોય, લોકોના મનમાં નિરાશાનો ભાવ હોય ત્યાં આ છોડ રાખવાથી તુરંત ફાયદો થાય છે.

આ છોડ કોઈપણ ફ્લોરિસ્ટને ત્યાં સરળતાથી મળી જાય છે. ઘરમાં રાખવાનો હોય તો તેને હંમેશા કાચના વાસણમાં જ રાખવો જોઈએ. સમયાંતરે તેના વધારા અને સુકાયેલા પાન કાપતાં રહેવું જરૂરી છે.  આ છોડને ઘરમાં વાવી પણ શકાય છે. જો કાર્ય સ્થળે આ છોડ રાખવાનો હોય તો તેને મુખ્ય ટેબલ પર રાખવો જોઈએ. આ છોડને લાલ દોરા વડે બાંધીને રાખવો જોઈએ. આમ કરવાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે. જો આ છોડ સુકાઈ જાય તો તેને બદલી અને નવો છોડ રાખવો જોઈએ.

Related posts

રામકથા 3જો દિવસઃ ક્ષમા એ તપ છે, પ્રભુએ અનેક વખત અનેક પ્રસંગોમાં ક્ષમા આપી છે

Nawanagar Time

ઉત્તરાયણના દિવસે સવારે વહેલા ઉઠી કરો આ કામ થશે આ અદભુત લાભો…

Nawanagar Time

દુર્ગા પૂજના પંડાલમાં જોવા મળશે દેશભક્તિની ઝલક, એર-સ્ટ્રાઈક પર આધારિત છે થીમ

Nawanagar Time

Leave a Comment