Nawanagar Time
ગુજરાત જામનગર ટેક્નોલૉજી

જામનગરમાં PUBG અને મોમો ગેમ રમવા પર પ્રતિબંધ

ban-on-pubg-and-momo-games-in-jamnagar

જામનગર:-પબ-જી ગેમ અને મોમો ચેલેનજ્ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર થાય છે તેમજ તેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ  પડે છે તેથી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ બંને ગેમ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે.

જામનગર જિલ્લાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ આવી પબ-જી અને મોમો ચેલેન્જ રમવાની ગતિવિધિમાં ભાગ લે  છે તેનું ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ જાહેરનામામાં જણાવાયું છે. અપવાદમાં જણાવ્યું છે કે, ગુન્હાની  કામગીરી અને શૈક્ષણિક સંશોધન માટે કરવામાં આવતી કાર્યવાહી સાથે આ જાહેરનામું લાગુ પડતું નથી.

Related posts

જામનગર લોકસભા સીટ કોંગ્રેસની જ બનશે: હાર્દિક પટેલ

Nawanagar Time

કટાઈ ગયેલી પાઈપલાઈન બદલવા 50 કરોડ ખર્ચશે મહાપાલિકા

Nawanagar Time

ચારણ સમાજ દ્વારા સોનલબીજ મહોત્સવ: શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાયા

Nawanagar Time

Leave a Comment