Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુકકલ કે માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ

ban-on-the-use-of-chinese-warp-tukkel-or-maza-in-devbhoomi-dwarka-district

ઉતરાયણના તહેવારોમાં ચાઇનીઝ દોરા કે માંઝાના કારણે પક્ષીઓ તથા લોકોને ઇજા થવાના બનાવો બને છે આવી ઇજાઓ કયારેક પક્ષીઓ તથા લોકોના મૃત્યુનું કારણ બને છે. ઉપરાંત આ તહેવારોમાં ખુબ જ માત્રામાં પ્લાસ્ટીકના પતંગો તથા ચાઇનીઝ દોરીઓ જમીન પર જેમ તેમ  પડી રહે છે. જે પ્લાસ્ટીકના હોવાના કારણે લાંબો સમય સુધી સડતા નથી અને પ્લાસ્ટીક ગટરમાં જવાના કારણે ગટરો બ્લોક થઇ જાય છે. તેમજ  ગાય કે અન્ય પશુઓ ચાઇનીજ દોરીઓ ગળી જવાના કારણે મૃત્યુ થાય છે. જેને ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી.પટેલે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.31-01-2019 સુધી પતંગો ઉડાડવા માટે પ્લાસ્ટીક, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરા, તુકકલ, સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

Related posts

મહેસુલના નાયબ સચિવની આંદોલનમાં ભૂંડી ભૂમિકા: તાત્કાલીક બદલી કરો

Nawanagar Time

જામનગર ગ્રામ્ય બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે અસ્તિત્વનો જંગ

Nawanagar Time

‘મોટા સંગઠ્ઠન’નો બહુ ‘નાનો કાર્યકર’: વરૂણ પટેલ

Nawanagar Time

Leave a Comment