Nawanagar Time
ગુજરાત જામનગર

કેન્યામાં રહેતા જામનગરીઓએ પોતાના બધા નાણાં ઉપાડી લેતાં બેન્કો પડી ચિંતામાં…

bankers-in-kenya-worry-about-taking-money-from-all-those-who-live-in-kenya-bankers-in-kenya-worry-about-taking-money-from-all-those-who-live-in-kenyabankers-in-kenya-worry-about-taking-money-from-all-those-who-live-in-kenya-bankers-in-kenya-worry-about-taking-money-from-all-those-who-live-in-kenya

કચ્છમાંથી એક વર્ષમાં 1000 કરોડ જેટલી માતબર ડિપોઝિટ ઉપાડી લેવાઇ : જામનગરમાંથી પણ એનઆરઆઇ એફડી ઉપાડવા લાગ્યા

જામનગર:-કેન્યામાં વસતાં એનઆઇઆર ઉદ્યોગપતિઓ જામનગર સહિત રાજ્યની બેન્કોમાંથી ચપોચપ નાણા ઉપાડવા લાગતા બેન્કો માટે કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. કેન્યાની સરકારના નવા નિયમ મુજબ હવે એન આર આઇ વતનમાં નાણાં રાખી શકે નહીં. અમુક ટકા ભરીને નાણા કાયદેસર રીતે કેન્યામાં જ રાખી શકશે. તેથી કેન્યાના એન આર આઇ નાણાં પરત લેવા એફડી-ડીપોઝિટ ઉપાડી રહયા છે. જેના માઠા પરિણામો બેન્કો ભોગવી રહી છે. જામનગરની બેન્કોમાં લાંબા ગાળે આર્થિક કટોકટી સર્જાય તેવી ભીતિ ઉભી થઇ છે. બેન્કોમાંથી નાણા ઉપાડનાર એન આર આઇ મોટાભાગે આફ્રિકન દેશ કેન્યાના છે. 2018ના એપ્રિલથી જૂન મહિના દરમ્યાન રૂા. 430 કરોડ જેટલી તોતિંગ ડિપોઝિટ એન આઇ આર દ્વારા ઉપાડી લેવાઇ છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના ડેટા અનુસાર કચ્છની બેન્કોમાં એન આર આઇ ડિપોઝિટ લેવાના કારણે બેન્કો નાણાકીય મુશ્કેલીમાં મૂકાઇ શકે છે. ડિસેમ્બર 2017 થી અત્યાર સુધીમાં 1000 કરોડની એન આર આઈ ડિપોઝિટ ઉપાડી લેવામાં આવી છે. ભૂજ અને માંડવી તાલુકાના ગામડાંઓમાંથી ડિપોઝિટ ઉપાડવાનું પ્રમાણ સૌથી વધુ છે.

કેન્યાની સરકારના નવા કર નિયમ મુજબ કેન્યાના નાગરિકો હવે પોતાની જે કમાણી સ્વદેશ મોકલી હશે તેનો હિસાબ આપવો પડશે. ઉપરાંત આ હિસાબ આપ્યા બાદ તમામ રકમ કેન્યા આગામી તા. 30 ડિસેમ્બર સુધીમાં પરત લાવવી પડશે. જો કે, આ ડેટલાઇન પૂર્ણ થયા સુધીમાં કચ્છમાંથી અનેક એન આઇ આર દ્વારા નાણા ઉપાડી લેવાયા છે. આવી જ પરિસ્થિતિ જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જામનગરમાંથી કેન્યા સ્થાયી થયા હોય તેવા એન આર આઇની સંખ્યા મોટી છે. કેન્યાના નવા નિયમની અસર સમગ્ર દેશમાં વસતાં એન આર આઇ ઉપર પડશે. પરિણામે જામનગરના એન આર આઇ દ્વારા બેન્કોમાંથી નાણા ઉપાડી લેવાના પ્રયાસો થયા હોવાનું જાણવા મળે છે.

Related posts

ખંભાળિયામાં નિર્વસ્ત્ર ફેરવાયો તે યુવક ફેસબુકમાં ચારણનો ચોરો પેઈજથી ફેમસ

Nawanagar Time

જી. જી. હોસ્પિટલના કેન્સર વિભાગમાં તબીબના અભાવે દર્દીઓ પરેશાનઃ વિક્રમ માડમ

Nawanagar Time

દારૂની પરમીટ રિન્યુના નામે જી.જી. હોસ્પિટલમાં ઉઘરાણું, નશાબંધી વિભાગની ખો

Nawanagar Time

Leave a Comment