Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

ઉત્તરાખંડના સાત જિલ્લામાં કેદારનાથ મૂવી થયું બેન(banned),જાણો શું છે એનું કારણ…

banned-happened-in-kedarnath-movie-in-seven-districts-of-uttarakhand-what-is-the-reason-for-knowing

શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ કેદારનાથ’ 7 ડિસેમ્બરે રિલીઝ થઈ હોવા છતાં, ઉત્તરાખંડના સાત જિલ્લાઓમાં રિલીઝ થઈ શકી નથી. ઉત્તરાખંડના લો એન્ડ ઓર્ડર એડીજી અશોક કુમારએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. દેહરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, પૌડી, ટેહરી અને અલમોડા એમ સાત જિલ્લાઓના કલેક્ટરોએ મળીને આ પોતાને ત્યાં આ ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે.

અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મ કેદારનાથ શરૂઆતથી જ વિરોધનો ભોગ બનતી આવી હતી

1.પહેલાં પુજારીઓએ વિરોધ નોંધાવ્યો

આ પહેલાં કેદારનાથનું ટીઝર લોન્ચ થયું ત્યારે જ કેદારનાથ યાત્રાધામના પુજારીઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પણ કેદારનાથ ફિલ્મ હિન્દુઓની લાગણી દુભવતી હોવાની વાત કરીને તેની રિલીઝ અટકાવવાની માગ કરી હતી. કેદારનાથમાં પુજારીઓના સંગઠન ‘કેદાર સભા’ના ચેરમેન વિનોદ શુક્લાએ પણ શૂટિંગ વખતે કેદારનાથ નજીક ફિલ્મના એક કહેવાતા અશ્લીલ ગીતના શૂટિંગના વિરોધની વાત કહી હતી.

2.ભાજપના કાર્યકરોએ પણ વિરોધ નોંધાવેલો

ઉત્તરાખંડ ભાજપ મીડિયા રિલેશન ટીમના સભ્ય અજેન્દ્ર અજયે સેન્સર બોર્ડને પત્ર લખીને આ ફિલ્મને બેન કરવાની માગ કરી હતી. અજયનું કહેવું હતું કે ડિરેક્ટર અભિષેક કપૂરે સૌથી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાના બેકડ્રોપમાં લવ સ્ટોરી બનાવીને હિન્દુ લાગણીઓની હાંસી ઉડાવી છે.

3.બોમ્બે હાઈકોર્ટે કેદારનાથ પર પ્રતિબંધની અરજી ફગાવી દીધી હતી

રિલીઝના એક દિવસ પહેલાં બોમ્બે હાઈકોર્ટે રમેશ ચંદ્ર મિશ્રા અને પ્રભાકર ત્રિપાઠી નામની બે વ્યક્તિઓએ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં ફિલ્મ હિન્દુઓની લાગણી દુભાવતી હોવાની અને ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપતી હોવાની વાત કરીને ફિલ્મની રિલીઝ અટકાવવાની માગ કરાઈ હતી.

4.ટુરિઝમ મિનિસ્ટરે જિલ્લા પ્રશાસન પર નિર્ણય છોડ્યો

કેદારનાથ ફિલ્મના મુદ્દે મળેલી ફરિયાદો માટે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજની અધ્યક્ષતામાં ચાર સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. ગુરુવાર 6 ડિસેમ્બરની સાંજે મુખ્યમંત્રીને આ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો. તે પછી કેદારનાથ ફિલ્મ પર સત્તાવાર રીતે કોઈ પ્રતિબંધ ન મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

Related posts

પૃથ્વીરાજ ચૌહાણ બનશે અક્ષય કુમાર 

Nawanagar Time

આ શખ્શ બન્યો Indian Idol Season10 વિજેતા, જેનું નામ છે…

Nawanagar Time

રણવીર બનશે ‘શહેનશાહ’

Nawanagar Time

Leave a Comment