Nawanagar Time
અજબ-ગજબ

બાપ રે, બટાકાની પાંચ વેફરના અધધ…ધ રૂા.4400 !

bap-ray-the-five-potatoes-in-the-potato-the-rs-400

જો તમને થોડી ભૂખ લાગી હોય તો આ ભૂખ મિટાવવા માટે બટાકાની વેફરનું એક પેકેટ જ  છે. જેમાં રૂપિયા પણ ઓછા થાય છે, થોડી ક્ષણ માટે પેટમાંથી ભૂખ પણ મટી જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. ટાઈમપાસના હિસાબે બટેકાની વેફરને લોકો વધારે મહત્વ આપે છે. જોકે, આજે અમે તમને જે બટાકાની વેફર અંગે જણાવવા જઇ રહ્યા છે તેની કિંમત અંદાજે સાડા ચાર હજાર  છે. આનાથી પણ વધુ હેરાનીની વાત એ છે કે આ એક ડબ્બામાં ફક્ત પાંચ ચિપ્સ છે. હવે તમે એવુ વિચારી રહ્યાં હશો કે આખરે કેમ આવુ છે? આટલી બધી કિંમત પાછળ શું રહસ્ય છે? આજથી ત્રણ વર્ષ પહેલાં સ્વીડનની એક સંસ્થાએ તેને લોન્ચ કરી હતી. ગણીને પાંચ ચિપ્સને એક  બોક્સમાં ભરીને તેને વેચવામાં આવે છે. આ એક ડબ્બાની કિંમત 62 અમેરીકન ડોલર છે. ચિપ્સની કિંમત એટલે વધારે છે કે કારણકે તેને બનાવવા માટે અત્યંત દુર્લભ ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

Related posts

વકીલોના ડ્રેસકોડનું રહસ્ય

Nawanagar Time

અમદાવાદના સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી

Nawanagar Time

ખેતરમાંથી નીકળેલા ઘડાને સૌ પ્રેતઆત્મા સમજી બેઠાં

Nawanagar Time

Leave a Comment