Nawanagar Time
ગુજરાત જામનગર

શહેરની સોસાયટીઓમાં બેડાં યુદ્ધ જેવી સ્થિતિ

battles-like-war-in-city-societies

સ્ટેન્ડ પોસ્ટને બદલે સીધા જ ટેન્કરમાંથી પાણી ભરવા મહિલાઓ મજબૂર

શિયાળો ઉતર્યા પહેલા જ આ સ્થિતિ: ઉનાળામાં શું થશે ??

જામનગર:-જામનગરમાં નવી શામેલ થયેલી 65 સોસાયટીઓ  પૂરો નથી ત્યાં જ ટેન્કર દ્વારા આ વિસ્તારના લોકો પાણી ભરવા મજબૂર છે અને પાણી કોઈ પણ સમયે ટેન્કર દ્વારા પાણી  વિતરણ થાય છે. હાલ સ્થાનિક વસવાટ કરતાં લોકો ટેન્કરના પાણીથી તરસ છિપાવવા મજબૂર બન્યા છે. જયારે પાણીના ટેન્કર વિસ્તારમાં આવે ત્યારે બેડાં યુદ્ધ જેવા દૃશ્યો નજરે પડે છે.

તો શિયાળોની મોસમ પૂરી થઇ નથી ત્યાં જ જામનગરના નવી સામેલ સોસાયટીઓના વિસ્તારોમાં પાણીનો બોકાસો બોલી ગયો છે, લગભગ 10,000થી વધારે નાગરિકોને આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

વોર્ડ ન. 12 માં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં અને સોસાયટીઓની આવી જ હાલત છે.આવા વિસ્તારોમાં પાણી પહોંચતું કરવા સ્ટેન્ડ  કરવામાં આવ્યા છે, પરંતુ જયારે ટેન્કર આવે ત્યારે અંધાધૂંધી ફેલાઈ જાય છે, અને બેડાં યુદ્ધના દ્રશ્યો સર્જાય છે અને મહિલાઓ ઝગડા કરવા મજબૂર બને છે.

battles-like-war-in-city-societies
battles-like-war-in-city-societies

આ લોકોને પીવાના પાણીનો સંગ્રહ કરવો ઘણો જ મુશ્કેલ ભર્યો રહે છે, કારણ કે પાણીના ટેન્કર સમયે-ક-સમયે આવે છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારના લોકો  દિવસ પાણીની રાહ જોતાં બેઠાં હોય છે. સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈન આવી જાય તો અમને પાણી ભરવું આશાન થઇ જાય.

battles-like-war-in-city-societies
battles-like-war-in-city-societies

જામનગર શહેરમાં નવા વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપ લાઈન નંખાશે એવી તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરે આ વાત  માત્ર ચૂંટણી પૂર્વેના માત્ર સરકારી વાયદો જ કહે છે. હાલ સ્થાનિકોને ટેન્કરથી પાણી ભરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકો દ્વારા કોર્પોરેશન પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેશન અમારી પાસેથી બધી જ પ્રકારના ટેક્સ લે છે પણ સુવિધા આપતું નથી. 3 વર્ષ પહેલા ચૂંટણી પૂર્વે  પાણીની પાઇપ લાઈન નાખવા માટેનું કહ્યું હતું પરંતુ પાણીની પાઇપ લાઈન ક્યારે નાખશે તે હવે ભગવાન જ જાણે?!

battles-like-war-in-city-societies
battles-like-war-in-city-societies

Related posts

કાલથી સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ

Nawanagar Time

પ્રદૂષિત પાણી છોડી પન્ના ડેમની ઘોર ખોદતી રિલાયન્સ કંપની

Nawanagar Time

રાજયમાં વિદ્યાર્થીઓના અભાવે 11 એન્જિનિયરીંગ કોલેજોમાં 14 બ્રાંચનો સંકેલો

Nawanagar Time

Leave a Comment