Nawanagar Time
ટેક્નોલૉજી

બેન્કિંગ સાથે ભળતા નામ ધરાવતી ડેટા ચોરતી એપ્સથી સાવધાન રહો

be-cautious-of-data-that-is-associated-with-banking-with-stealthy-apps

સતત પોતાના પ્લે સ્ટોર પર વોચ રાખે છે. અહીં ઘણી એપ્સ ફેક પણ હોય છે. જે પૈકી કેટલીક એપ્સ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડતી હોય છે. આવી જ 28 એપ્સને ગૂગલે હાલમાં પ્લે સ્ટોર પરથી હટાવી લીધી છે.

  • તમારા સ્માર્ટફોનમાંથી તરત ડિલીટ કરો આ 28 એપ્સ, ગૂગલે પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે
  • યૂઝર્સ બેન્કિંગ હેલ્પ માટે એપ સર્ચ કરે તો આવી ફેક એપ પણ આવે અને યૂઝર ડાઉનલોડ કરે તો તેના સ્માર્ટફોનમાંથી માહિતી પણ ચોરે છે
  • આ એપ પૈસા યૂઝર્સને આપવાનો દાવો કરે છે, પરંતુ ક્યારે પૈસા એકાઉન્ટમાં જમા થતા નથી

બેન્કિંગ અને ઇન્શ્યોરન્સને લગતાં એપના નામ

  1. સિક્યોરિટી કંપની ક્વિક હીલ અનુસાર, આ તમામ 28 એપ્સ એક જ ડેવલપરે તૈયાર કરી છે, જે પ્લે સ્ટોર પર Sarvesh Developer નું નામ ધરાવે છે. આ એપ્સની પ્લે સ્ટોર પરથી 48 હજારથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ક્વિકહીલ અનુસાર, હટાવવામાં આવેલી મોટાભાગની એપ્સના નામ ક્રેડિટ કાર્ડ પ્રોસેસ, હોમ લોન એડવાઇઝ, EMI કેલક્યુલેટર જેવા બેન્કિંગ યુટિલિટીને મળતા હતા. જેથી યૂઝર્સ બેન્કિંગ હેલ્પ માટે એપ સર્ચ કરે તો આવી ફેક એપ પણ આવે અને યૂઝર ડાઉનલોડ કરે તો તેના સ્માર્ટફોનમાંથી માહિતી પણ ચોરે છે.

પૈસાની લાલચ આપે છે આ એપ્સ

  1. મોટાભાગની એપ્સ એવી હતી જેનું નામ કંઇક અલગ હતું અને વાસ્તવમાં તે કોઇ પણ કામમાં આવે તેવી ન હતી. આ એપ્સ ડાઉનલોડ કરનારને એડ દેખાડતી જેથી ડેવલપરનો ફાયદો થાય અને તેને પૈસા મળે. કેટલીક એપ્સમાં યૂઝરને ટાસ્ક સોંપીને પૈસાની લાલચ અપાતી, પણ પૈસા ક્યારેય પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થતા. તે સિવાય કેટલીક એપ્સ વિવિધ એડ્સના 22 વીડિયો જોવા કહેતી. આથી તમે પણ એલર્ટ રહો. ભૂલથી ભળતા નામને કારણે તમે પણ આવી એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને તરત ડિલીટ કરો.
  2. ગૂગલે પ્લે સ્ટોર પરથી ડિલીટ કરેલ એપ્સ, તમારા ફોનમાંથી પણ રિમૂવ કરો
  • Virtual Data
  • Bike insurance advisor
  • Health cover
  • Chit Funds
  • Computer Insurance
  • Education Loan
  • Home Loan advisor
  • Credit card process
  • Web hosting
  • Bike loan advisor
  • Love Lifafa
  • Ayurvedic Tips
  • Share market advisor
  • Travel insurance
  • Predator Loan
  • Stock Broker Tips
  • Instance Cash
  • Mutual Fund Advisor
  • Health Tracker
  • Car Insurance Report
  • Business Live
  • DNS provider
  • Gift stickers
  • Mini wallet
  • Magic Ring
  • Credit Card Loan
  • Gold Loan
  • EMI calculator

Related posts

અજાણ્યા શખસે ફોન-પે એપથી ત્રીસ હજારની ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ

Nawanagar Time

ઇ-વેસ્ટ: આજનો પજવતો પ્રોબ્લેમ

Nawanagar Time

શું તમારા ફોનમાં HDFC ની મોબાઇલ એપ છે ?? તો જાણો આ ખાસ વાત….

Nawanagar Time

Leave a Comment