Nawanagar Time
ગુજરાત જામનગર

બેડેશ્ર્વર, ગરીબનગર અને પાણાખાણમાં રોડ- રસ્તા, ગટરના પ્રશ્ર્ને લોકો ત્રસ્ત

bedesrvara-garibanagara-panakhanamam-road-and-roads-sewage-issue-of-people-stricken

જામનગર મહાનગરપાલિકા કમિશ્ર્નર અને કલેકટરને લત્તાવાસીઓ દ્વારા કરાઇ રજૂઆત

જામનગર:-જામનગરના બેડેશ્ર્વર, ગરીબનગર અને પાણાખાણ વિસ્તારમાં લાંબા સમયથી ગંદા પાણીનો પ્રશ્ર્ન લોકોને  કરી રહયો છે. ઉપરાંત રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ ન હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિણામે સ્થાનિકો દ્વારા જામનગર મહાનગરપાલિકા કમિશ્ર્નર તેમજ કલેકટરને રજૂઆત કરી ત્વરીત રીતે પગલાં લેવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, બેડેશ્ર્વર, ગરીબનગર અને પાણાખાણ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી રોડ,  નથી ગટરના ગંદા પાણીનો નિકાલ પણ થતો નથી. પરિણામે મોટી ઉંમરના લોકોને હલન-ચલનમાં તકલીફ પડે છે. સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે. સરકાર દ્વારા વિસ્તારમાં વિકાસ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જો કે તેનો ઉપયોગ યોગ્ય સ્થળે થઇ રહયો નથી. તેવો આક્ષેપ પણ રજૂઆતમાં  છે.

આ વિસ્તારોમાં ગટરના પાણી તેમજ રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ર્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગણી ગફારભાઇ હિંગોરા, ચંદ્રીકાબેન કિશોરભાઇ દાભી, વીજુબેન સંજય, રમેશ રાજુ ખાલાણી, ગીતાબેન બકુલભાઇ મકવાણા, રમઝુબેન વાલજીભાઇ સોલંકી, કિશોરભાઇ રંજનબેન પાટણીયા, કિરનબેન જૈનતીભાઇ મકવાણા, કવિતા કિશોરભાઇ મકવાણા, દિનેશભાઇ સોલંકી, બટુકભાઇ સોલંકી, સંજયભાઇ સોલંકી,  સોલંકી, ચમનભાઇ પ્રેમજીભાઇ ડાભી, જરીનાબેન સમા, જીવરાજભાઇ કાઠીયા સહિતનાઓએ કરી છે.

Related posts

જામનગરમાં ડેન્ગ્યુની તડાફડી, વધુ એક મોત

Nawanagar Time

જિલ્લામાં ક્લાઈમેટ ચેન્જ અંગે ટાસ્ક ફોર્સની રચના

Nawanagar Time

ડેંગ્યુના માત્ર 15 કેસ: રાહત

Nawanagar Time

Leave a Comment