Nawanagar Time
ગુજરાત જામનગર

P.M.ના આગમન પૂર્વે વોર્ડ નંબર 4ના કોર્પોરેટરએ ધોકો પછાડયો

before-the-arrival-of-p-m-the-word-number-4-corporator-scrambled

બેડેશ્ર્વર વિસ્તારમાં લોકોને મકાન ફાળવવા અને લારી-રેંકડીધારકોને કનડગત ન કરવા મહાનગરપાલિકાને છેલ્લી તાકિદ

જામનગર:-વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવે તેની ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે શહેરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મહાનગરપાલિકાને બેડેશ્ર્વર વિસ્તારમાં તત્કાલ મકાન ફાળવવા અને લારી તથા રેંકડીધારકોને કનડગત ન કરવાની તાકિદ કરી છે. જો મહાનગરપાલિકા આ તાકિદને માનશે નહીં તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ ફરિયાદ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

વિગતો મુજબ શહેરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ મહાનગરપાલિકા સામે દંડો પછાડયો છે અને કહ્યું છે કે, ‘બેડેશ્ર્વર વિસ્તારના 18 આસામીઓના કોઇપણ જાતની નોટિસ વગર મકાનો તોડી પાડયા છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પોતાની સત્તાનો દૂરુપયોગ કરી 20 વર્ષથી રહેતાં લોકોને મકાનવિહોણાં કર્યા છે. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કમિશનર કે મેયર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોએ પણ ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.’

બેડેશ્ર્વરમાં આસામીઓને છત આપવી તો જરૂરી છે જ, બીજી તરફ શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંધારકોને એસ્ટેટ શાખા દ્વારા થતી હેરાનગતિ પણ બંધ થવી જોઇએ. આ મામલે અગાઉ પણ રજૂઆત થઇ ચૂકી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇપણ જાતના પગલાં લેવાયા નથી. જામનગર શહેરમાં નામાંકિત બિલ્ડરો દ્વારા ઉચ્ચકક્ષાએથી ગેરકાયદે મંજૂરી લઇને બાંધકામ શરૂ થઇ ગયા છે તેવું પણ રજૂઆતમાં જણાવાયું છે.

જામનગર મહાનગરપાલિકા બેડેશ્ર્વરના સ્થાનિકોના પ્રશ્ર્ને તથા લારી-ગલ્લા ધરાવનારાઓના મુદ્ે તુરંત યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જામનગરના મહેમાન બનનારા વડાપ્રધાન મોદીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેવું કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ જણાવ્યું છે.

Related posts

એરપોર્ટ ઉપરથી 1 કિલો સોનાના સિક્કા સાથે ઝડપાયેલા યુવકની સઘન પૂછપરછ

Nawanagar Time

માનસ ક્ષમાઃ નિરાપરાધીને અપરાધી ઘોષિત કરવો એ અપરાધ છે: મોરારિબાપુ

Nawanagar Time

સરકારના અણઘડ અને ‘ઢ’ વહીવટથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણથી વંચિત

Nawanagar Time

Leave a Comment