Nawanagar Time
ગુજરાત

આચાર સંહિતા લાગુ થાય તે પહેલા તમામ બાકી કામો યુઘ્ધના ધોરણે પુરા કરવા અધિકારીઓને પૂનમબેનની તાકિદ

before-the-code-of-conduct-is-implemented-the-officers-will-be-given-full-responsibility-for-the-completion-of-all-outstanding-works

દેવભૂમી દ્વારકામાં પ્રમોલગેશનની કામગીરી જવાબદારીપૂર્વક તથા ચીવટથી કરવા સુચના આપતા સાંસદ પૂનમબેન માડમ

ખંભાળિયા:-કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી  પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા હ્રદય પ્રોજેકટ વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા  થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમએ વિવિધ વિભાગોના  રીવ્યુ કરી જણાવ્યું હતું કે આચારસંહિતા લાગુ પડે તે પહેલા તમામ બાકી કામો તાત્કાલીક યુધ્ધના ધોરણે પુર્ણ થાય તેવા પ્રયત્નો કરવા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના કામો પુરા કરવા તેમજ ચારેય તાલુકાના સરપંચો સાથે બેઠક યોજવા,  ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ કરવા તેમજ પીવાના પાણીની તેમજ ધરમપુર ગામમાં કામો  કરવા ખુબજ જરૂરી હોવાનું તેમજ દરેક કામોમાં ગુણવતા જળવાઇ તેની કાળજી લેવા, ચકાસણી કરવા, તેમજ દ્વારકા હેરીટેજની સુરક્ષા જળવાય તે અંગે જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત પ્રમોલગેશનની કામગીરી જવાબદારી પુર્વક તથા ચીવટથી કરવા સુચના આપી હતી.

Related posts

રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કેટલા સીસી ટીવી : વિક્રમભાઇ માડમ

Nawanagar Time

જોડિયા રેફરલ હોસ્પિટલમાં માત્ર એક તબિબથી દોડાવતું ગાડું

Nawanagar Time

જામનગરમાં દાઢ કઢાવવામાં ત્રણ મહિનાનું વેઈટીંગ!!

Nawanagar Time

Leave a Comment