Nawanagar Time
અમદાવાદ ગુજરાત

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો દબદબો ઘટ્યો?

before-the-lok-sabha-elections-the-losers-of-bjp-fell

લોકોને ભાજપ સાથે જોડવા અલગ-અલગ કાર્યક્રમો ઘડી કઢાયા: કાર્યકરોને વિશેષ જવાબદારી

અમદાવાદ:-રાષ્ટ્રીય ભાજપ દ્વારા લોક સંપર્ક વધારવા અને ચુંટણી દરમિયાન ભાજપ તરફી વાતાવરણ બનાવવા માટે અનેક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રદેશ  નેતાઓ તેને કાર્યકર્તા પુરતું સીમિત રાખતા હોવાનું સામે આવી રહ્યું છે. અને લોકો સુધી એ પહોચાડવામાં લગભગ પ્રદેશ ભાજપ નિષ્ફળ રહતા હોવાનું સામે આવી રહ્યું છે. ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય ભાજપ દ્વારા કેટલાક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે ગત ચૂંટણી દરમિયાન જે મોદી લહેર  અને હવે લહેરનું મોજુ બીજી તરફ વળ્યું હોવાનું ભાજપના નેતાઓ પણ આ વાત સ્વીકારી રહ્યા છે. એટલે જ ભાજપ દ્વારા અનેક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. ભાજપનો લોક સંપર્ક વધે તો મત ભાજપ તરફી રહે તેના માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ પ્રદેશ ભાજપ આ કાર્યક્રમો સફળ  નિષ્ફળ રહ્યા છે.

ભારત કે મન કી બાત મોદી જી કે સાથે નો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જેથી લોકો પોતાના મંતવ્ય સૂચવી શકે. પરંતુ જે પ્રમાણે સફળતા મળવી જોઈએ એટલી મળતી નથી કારણ કે પ્રદેશ ભાજપના નેતાઓ આ કાર્યક્રમમાં પોતાની હાજરી છે. તેના માટે ફોટો સેશન્સ કરાવી રહ્યા છે.  પોતાના વિસ્તારમાં સફળતા પૂર્વક રથ ફરે તેનું ફોલોઅપ કોઇપણ નેતા લેતા નથી. તો બીજી તરફ પ્રદેશ નેતાગીરી પણ આને લઈને ગંભીર હોય તેવું દેખાતું નથી. યુવા મતદારોને રીઝવવા માટે કે પહેલી વખત જે મતદાન કરી રહ્યા છે. તેને ભાજપ તરફી કરવા માટે યુવા મોરચાને પણ મેદાને ઉતાર્યો છે. પરંતુ  પણ ભાજપ યુવા મોરચો સફળ રહ્યો નહિ હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે ભાજપ યુવા મોરચા દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. આજ પ્રમાણે આગામી દિવસમાં બાઈક રેલીનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં પણ ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જ છે.  દેખાડવા માટે લાખોની સંખ્યામાં લોકો હાજરી આપે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરેક બૂથ દીઠ 5 બાઈક સવાર લાવવાની જવાબદારી જે તે નેતાને સોપવામાં આવી છે.

Related posts

બ્રાસપાટર્સના કારખાનામાં દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત

Nawanagar Time

આધાર પુરાવા વગર રોકડ રકમ જપ્ત થશે

Nawanagar Time

હવે 7 જ દિવસમાં મળી જશે CNG ગેસ સ્ટેશન માટેની જરૂરી મંજૂરી, CMનો મહત્વનો નિર્ણય

Nawanagar Time

Leave a Comment