Nawanagar Time
ગુજરાત જામનગર

ગુલાબનગરમાં શાકમાર્કેટ શરૂ થયાં પહેલાં જ ખંઢેર બની

before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary

વર્ષો પહેલા રૂા.20 લાખના ખર્ચે બનાવેલી શાક માર્કેટમાં ગલ્લાને બબ્બે વખત હરાજી કરાઇ: અણધડ આયોજનથી વેપારીઓ વેપાર કરવા નથી

જામનગર:-જામનગરના ગુલાબનગર વિસ્તારમાં  વર્ષથી વધુ સમય પહેલા બનાવેલી શાક માર્કેટ બની ઉપયોગી હાલતમાં પડી છે. અંદાજે રૂા.20 લાખના ખર્ચે બનાવેલી આ શાક માર્કેટ તંત્રના અણધડ આયોજનથી બિસ્માર હાલતમાં પડી છે.

ગુલાબનગરમાં તંત્ર દ્વારા અણધડ આયોજનથી બનાવેલી શાક માર્કેટ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર પડી છે. શાક બકાલાના વેપાર કરતા વેપારીઓને શાક-બકાલાના પોટલા અને  રાખવા માટે જે ગાલા બનાવેલા છે તે ખૂબ જ નાના બનાવેલા છે. તેના કારણે ત્યાં બેસીને વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બને છે. તેમજ ગ્રાહકોને પણ પરેશાની ભોગવવી પડે તેમ છે.

શહેરના ગુલાબનગર મેઇન રોડ ઉપર વર્ષ 2012-13માં અંદાજે રૂા.20 લાખના ખર્ચે પાંચ હજાર ફૂટ જગ્યામાં આ શાક માર્કેટ બનાવી  પરંતુ ગાલાની સાઇઝ ટૂંકી હોવાના કારણે અહીં કોઇ વેપારી વેપાર કરવા તૈયાર નથી. મહત્વનું છે કે 6 ગાલાની 8 લાઇનો બનાવી છાપરાવાળી શાક માર્કેટ બનાવાઇ છે અને બબ્ે વખત હરરાજી પણ કરાઇ છે. ગુલાબનગર વિસ્તારમાં શાક માર્કેટ બનાવી છે તે હાલ ભંગાર હાલતમાં છે ત્યારે આ જગ્યાનો સદ્ઉપયોગ થવો  તેવું લોકો ઇચ્છી રહ્યા છે. અહીં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, શાળા કે અન્ય કોઇ લોકઉપયોગી ઇમારત બનાવવી જોઇએ.

before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary
before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary
before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary
before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary
before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary
before-the-vegetable-market-started-in-gulabnagar-it-became-very-scary

હાલનો વર્ષોથી બંધ આ શાક માર્કેટ ખંઢેર જેવી બની ગઇ છે ત્યારે અણધડ આયોજન પાછળ ભૂલ કોની છે તે પણ તંત્રએ શોધવુ જોઇએ.

Related posts

કલ્યાણપુરમાં જાણીતી કંપની દ્વારા બોક્સાઈટ ચોરીનું કારસ્તાન

Nawanagar Time

વોર્ડ નં.1માં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અનાજની જાળવણી વ્યવસ્થામાં ઘોર બેદરકારી

Nawanagar Time

સોફ્ટવેર કૌભાંડઃ સસ્તા અનાજ મંડળના ટોચના હોદ્દેદારો જ સોફ્ટવેર ધરાવતા હોવાનો ખુલાસો

Nawanagar Time

Leave a Comment