Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત

beginning-of-summer-summer-in-gujarat

જામનગર:-રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચના અંતિમ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાતાં શનિવારે સુરેન્દ્રનગર, અમરેલી અને ભુજ 39 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યાં  અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો હતો.

રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રીને પાર કરતાં લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી ઊઠ્યા હતા. ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ છેક હોળી-ધુળેટી સુધી જળવાયું હતું અને એ જોતાં ઉનાળો પણ આકરામાં આકરો બનશે એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી. શનિવારે એકસાથે ત્રણ  ગરમીનો પારો 39 ડિગ્રીને પાર જતાં આવનારા દિવસો વધુ આકરા હશે એ નિશ્ચિત છે.

હોળી-ધુળેટી ગયા બાદ એકાએક હવામાનમાંથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયા બાદ ગરમીનો પારો ઊંચકાયો છે. શનિવારે રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ હોય એમ લોકો પરેસેવે રેબઝેબ થયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 36.8 ડિગ્રીએ પહોંચ્યો

ડીસામાં 37.4, વડોદરામાં 37.8, સુરતમાં 38 ડિગ્રી, ભાવનગર 36.4, રાજકોટમાં 38.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આકરા ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પરસેવે રેબઝેબ થવાની સાથે દિનચર્યામાં પણ બદલાવ આવી ચૂક્યો છે. પંખા અને એસી શરૂ થઈ ચૂક્યાં છે. એપ્રિલની શરૂઆતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી જશે તો નવાઈ જેવું  નહીં. અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમીને લઈ જનજીવનને માઠી અસર પહોંચશે એ નક્કી છે.

જામનગરમાં 36.5 ડિગ્રી

જામનગરમાં દિન પ્રતીદીન તાપમાનનો પારો વધતો જાય છે હાલ માર્ચ મહિનો ચાલે છે. તેમ છતાં એપ્રિલ મહિના જેવો આકરો તાપ અનુભવાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજનું લધુતમ તાપમાન 20.5 ડિગ્રી , મહતમ  36.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની ગતિ પ્રતી કલાક 24 થી 26ની રહેવા પામી છે. જાણકારોનું કહેવું છે કે આગામી સમયમાં મહતમ તાપમાનમાં વધારો થશે.

Related posts

ખંભાળિયામાં વીજ સમસ્યાને કારણે ત્રણ-ત્રણ દિવસે પાણી વિતરણ: દેકારો

Nawanagar Time

હાર્દિક પટેલ જામનગરમાં આઠમીએ સભા ગજવશે

Nawanagar Time

પ્રેમમાં પાગલ બની આપઘાત કરવા નીકળેલી સગીરાને બચાવતી ટીમ 181

Nawanagar Time

Leave a Comment