Nawanagar Time
ગુજરાત

ભાણવડ પાલિકા પ્રમુખનો વોર્ડ જ સુવિધાથી વંચિત?

bhanavad-municipal-president-ward-is-deprived-of-the-facility-only

પાલિકાના અંધેર વહિવટની આનાથી વધુ નાલેશી કઈ હોય બીજી?,

પ્રમુખના વોર્ડ નં.રમાં અધૂરા કામો અંગે હાઇ કમાન્ડોને ઉઠાં ભણાવાયા ?: મતદારોએ અધૂરા લિસ્ટ સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી

ભાણવડ:-ભાણવડ નગરપાલિકા સતાધિશોની નિષ્ફળતા અને આંતરિક ટાંટીયા ખેંચમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ ઝુંટવાતી જઇ રહી છે અને મોવડી મંડળ સમક્ષ નર્યા જુઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યાં હોવાનું પણ હવે જાહેર થવા લાગ્યું છે.

ભાણવડ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.રના સૌથી વધુ  ચિફ ઓફીસરને 11 જેટલા વિકરાળ અને અન્ય નાના મોટા પડતર પ્રશ્ર્નોની લેખિત રજૂઆત કરી છે જેમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ રીપેર કરવાની, તુટી ગયેલા સી.સી અને ડામર રોડ રીપેર કરવાની, સ્પીડ બે્રકર મુકવાની સતવારા સમાજ પાસે વારંવાર તુટતી પાણીની લાઇન પાસે રોડ રિપેર કરવા, નાની અને આડી ગલીઓમાં બનેલા નબળા  ફરીથી બનાવવા, ખોડિયાર નગરમાં પાણી ઓછુ આવવા બાબત, સોનાવાડીમાં ભૂગર્ભ અને પાણી બાબતનું કામ, ચુનારાવાસમાં ધારાસભા વખતનું અધુરૂ પડેલું કામ પુરૂ કરવા બાબત, સતવારા સમાજ પાસે જાહેર મુતરડી બનાવવા બાબત, ભૂગર્ભ ગટરની નાની કુંડીઓ બનાવવા તથા કનેકશન આપવા બાબત, સતવારા સમાજ પાસેની અને બીજી ત્રણ શેરીઓમાં પેવરબ્લોક પાથરવા બાબત  કામયી થતાં સફાઇ અંગેના પ્રશ્ર્નો સહિત અનેક સમસ્યાઓ લાંબા સમયથી પડતર છે અને વારંવાર લેખિત રજૂઆતો તેમજ મૌખિક યાદી આપ્યા બાદ પણ પૂર્ણ થઇ શકયા નથી તેમ છતાં પ્રમુખે મોવડી મંડળ સમક્ષ ઉપરોકત કામો થઇ ગયા હોવાનું જુઠાણું ચલાવતા મતદારોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ જ વોર્ડના એકદમ  અને લોકપ્રિય સદસ્ય ચેતનભાઇ રાઠોડની આગેવાનીમાં ઉપર મુજબના કામો જે અનેક રજૂઆતો બાદ પણ કરવામાં નથી આવેલા તેમ છતાં મોવડી મંડળ સમક્ષ જુઠાણા ફેલાવાતા કામો ન થવા વિષયે સવિસ્તાર લેખીત આપવામાં આવેલ છે.

ત્યારે હવે જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં શું નવાજુની થાય છે જો કે સતાધિશોના આ ગજગ્રાહ  રબ્બર સ્ટેમ્પ સમાન ચિફ ઓફિસર કે જેનું એક ડગ ભાણવડમાં તો બીજું અન્યત્ર હોય છે. તેની તો શહેરીજનોના પ્રશ્ર્નોને લઇને કોઇ જવાબદારી જ ના હોય એ રીતે મુકપ્રેક્ષક બની તમાશો નિહાળ્યા કરે છે? હાલ પાલિકામાં ભારે અફડા તફડી માહોલ વચ્ચે પાલિકાએ પોતાના કામો માટે આવતાં શહેરીજનો તેમ જ અરજદારો  તમેના કામો ટલ્લે ચડતા હેરાન-પરેશાન થઇ રહ્યાં છે.

Related posts

મંદીના માહોલ વચ્ચે બાંધકામ-રિનોવેશન માટે રૂા.32 કરોડ ફી જમા

Nawanagar Time

જામ્યુકોએ વધુ 12 મિલ્કત સીલ કરી

Nawanagar Time

ખંભાળિયામાં હનીટ્રેપ પ્રકરણમાં આરોપીઓ રિમાન્ડ પર

Nawanagar Time

Leave a Comment