Nawanagar Time
ગુજરાત જામનગર

ભાણવડની હોસ્પિટલ રામ ભરોસે

bhanvad-hospital-ram-bharose

એકમાત્ર ડોકટર ગમે ત્યારે મિટિંગમાં જતાં રહેતા હોય અસંખ્ય દર્દીઓની હાલત કફોડી

ભાણવડ:-ભાણવડના એક સમયના સૌરાષ્ટ્રના નં. 1 સામુહિક આરોગ્ય કેન્દ્રની સરકારની ઉદાસિનતાને કારણે આજે એ હદે દયનિય હાલત છે કે, ત્રણ ડોકટરની જગ્યાએ માંડ એક ડોકટરની સુવિધા આપવામાં આવી રહી છે તે પણ  ફરતા ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી દર્દીઓની ભીડ લાગી હતી ત્યારે આ સામુહિક કેન્દ્રના એકમાત્ર ડો. અનુપ જયશ્ર્વાલને કોઇ અગત્યની મીટિંગ હોઇ ઉચ્ચ સ્તરેથી તેડુ આવતા મીટિંગ હોઇ ઉચ્ચ સ્તરેથી તેડુ આવતા મીટિંગ એટેન્ડ કરવા ચાલ્યા ગયા હતા. અને ભાણવડ સામુહિક આરોગય કેન્દ્રમાં જામનગરથી એમબીબીએસ ડો. ધરતીબેન કાનાણી  હતા. એક તરફ દર્દીઓની સતત વધતી જતી ભીડ અને કતારો વચ્ચે તદદન બિનઅનુભવી તેમજ ભાણવડ સીએચસીથી અજાણ ડો. ધરતીબેન કાનાણી સામુહિક આરોગ્ય કેન્દ્રના ફાર્માનિષ્ટ કર્મીને સાથે રાખીને એક પછી એક દર્દીને તપાસી રહ્યા હતા ત્યારે એક કેસ એક્ષ-રેનો આવતા બિન અનુભવી ડોકટરે એક્ષ-રેમાં તેમને કઇ ખબર ન પડતી હોવાનું  દર્દીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો.

ડોકટર ભારતીબેનને પુછતાં ઉચ્ચ અધિકારીએ ભાણવડ સીએચસીમાં જવાનું કહેતા તેઓ અહિ આવ્યા હતા અને તેમને આવડી મોટી જવાબદારી અંગે કશુ જણાવવામાં આવેલ ન હતુ અને આ બનાવ બાદ દર્દીઓનું ચેકઅપ બંધ કરી દેવામાં આવતા આશરે દોઢસોથી વધુ કેસ કઢાવી ચુકેલા દર્દીઓ રઝળી પડયા  અને નવા આવી રહેલા દર્દીઓને વીલા મોઢે પાછા ફરવું પડયું હતું.

ત્યારે આ બઘડાટી વચ્ચે સીચેસી ઇ.સુપ્રિ.ડો. જીતેન્દ્ર પ્રસાદ તેમજ મુ.જી. આ. અધિકારી ડો. સિંઘનો આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમન મીડિયામેનોએ સંપર્ક કરવાની કોશિષ કરી હતી પરંતુ ના તો આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો ફોન રીસિવ કરવામાં આવ્યોકે, ના મીડિયામેનોનો ફોન રીસિવ  આવ્યો. જયારે સીચેસીના ડોકટર અનુપ જયરવાલને પોતે મીટિંગમાં હોવાનું મોડેથી જણાવ્યું હતું. આ ઘટના બાદ ફરી એકવાર ભાણવડ સીઅચેસીમાં ડોકટરોની ઘટનો વર્ષો જુનો પ્રશ્ર્ન ઉજાગર થયો છે. સમગ્ર ભાણવડ તાલુકાની પ્રજાને અસર કરતા આ અતિ સંવેદનશિલ મુદે સ્થાનિક આગેવાનો, સ્થાનિક નેતાઓ, હોદેદારો તેમન સ્થાનિક નેતૃત્વની ઉદાસિનતા જ જવાબદાર છે.  સરકારે આ પ્રશ્ર્ને ભાણવડની સતત ઉપેક્ષા કરેલી જ છે પરંતુ એનાથી પણ વધુ ઉપેક્ષા આ કહેવાતા સ્થાનિક આગેવાનો, હોદેદારો તેમજ પ્રજાના પ્રતિનિધિઓએ આ પ્રશ્ર્ને નર્યા આશ્ર્વાસનો આપીને કરી છે. ડોકટરોના અભાવે કેટલીય સુવિધા ઝુંટવાઇ ગઇ છે અને દયનિય હાલતમાં છે.

Related posts

અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફી અંગે જાહેર હિતની અરજીથી ખળભળાટ

Nawanagar Time

સંવેદનશીલ એરફોર્સ પાસે આરટીઓનું નિર્માણ કરી પ્રજાના પૈસાનો કરોડોનો ધૂમાડો

Nawanagar Time

પપૈયામાંથી નાગ આકારના અવશેષો નીકળતા કુતૂહલ

Nawanagar Time

Leave a Comment